ડાયવર્ઝન રૂટમાં આવતા અવરોધરૂપ દબાણો ગોધરામાં દૂર કરાયા
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા શહેરમાં ફલાય ઓવરબ્રિજ ના નિર્માણ કાર્ય અડચણો અને અવરોધો વગર ઝડપભેર સંપન્ન થાય આ માટે દાહોદ રોડ થી ગોધરા ચર્ચ સર્કલ સુધી ટ્રાફિક સમસ્યા સર્જાય નહીં આ માટે એક તરફનો જાહેર માર્ગ બંધ કરીને બાજુમાં આવેલ નીચે તરફના રસ્તા ઉપર વાહન વ્યવહારને ડાયવર્ઝન આપતા
આ સ્થળની પંચમહાલ કલેકટર આશિષ કુમારે વહીવટી તંત્રની ટીમોને સાથે રાખીને મુલાકાત કરીને ડાયવર્ઝન રૂટ ઉપરના અવરોધોને તાકીદે દૂર કરવા સ્થળ ઉપર સૂચનો કર્યા હતા. આ સૂચનોને ધ્યાને લઈને વહીવટી તંત્રની ટીમો દ્વારા આજરોજ સાંજે બી.વી ગાંધી પેટ્રોલ પંપની સામે આવેલા થી વિશાલ કોમ્પ્લેક્સ થી ડાયવર્ઝન રૂટ તરફ જવાના જાહેર માર્ગ ઉપરના ટ્રાફિક વ્યવસ્થા ને અવરોધ રૂપ એવા દબાણો ને દૂર કરવાની કામગીરીઓ શરૂ કરવામાં આવી છે..
ગોધરા શહેરમાં લાલબાગ એસ.ટી. સ્ટેન્ડ થી દાહોદ રોડ સુધીના ફલાય ઓવર નિર્માણ કાર્ય ટ્રાફિક વ્યવસ્થાઓ ખોરવાય નહીં આ માટે દાહોદ રોડ થી ગોધરા ચર્ચ સર્કલ તરફ જતા જાહેર માર્ગને એક તરફ બંધ કરીને આપવામાં આવેલા ડાયવર્ઝનની પંચમહાલ કલેકટર આશિષ કુમારે પાલિકા તંત્રની ટીમ, પોલીસ તંત્ર,એમ.જી.વી.સી.એલ અને આર .એન્ડ .બી ની ટીમને સાથે રાખીને સ્થળ મુલાકાત લીધી હતી
અને ટ્રાફિક વ્યવસ્થાઓ સરળ રહે આ માટે અવરોધ રૂપ એવા દબાણો વિવિધ વિજ પોલોને તાકીદે દૂર કરવાના જરૂરી સુચનો કર્યા હતા.આ સુચનો ના પગલે વહીવટી તંત્રની સંયુક્ત ટીમો દ્વારા ડાયવર્ઝન રૂટ ઉપરના અવરોધ રૂપ બાંધકામોને જે.સી.બી દ્વારા દૂર કરવાની કામગીરીઓ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે .