OCIના નિયમો બદલાતાં ભારત આવતા NRI પરેશાન
ચેન્નઈ, ભારતીય મૂળના લોકો (પીપલ ઓફ ઈન્ડિયન ઓરિજિન- PIO) કે જેઓ વિદેશમાં રહે છે તેમને રજાઓમાં ભારત આવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેનું કારણ એ છે કે ગૃહ મંત્રાલય દ્વારા ટ્રાવેલ અને ટૂરઓપરેટર્સ અને એરલાઈન્સને સમયસર ટ્રાવેલ દસ્તાવેજા અંગે બદલાયેલા નિયમોની જાણ કરવામાં આવી નહોતી.
મંત્રાલય દ્વારા જે નિયમ જારી કરાયો છે તેમાં ર૦ વર્ષથી નાની વયના પીઆઈઓ પાસે તેમનું ઓરીજનલ સીટીઝન ઓફ ઈન્ડિયા (OCI) તેમના ફોરેન પાસપોર્ટના રિન્યુઅલ વખતે રિ-ઈસ્યુ કરવામાં (Renewal of Foreign Passport) આવે છે. આ ઉપરાંત જેઓ પ૦ વર્ષ આસપાસના છે તેમણે ભારત આવવા માટે પોતાનું ઓસીઆઈ કાર્ડ રિ- ઈસ્યુ કરાવેલું હોવું જાઈએ.
ઉલ્લેખનીય છે કે નાતાલ અને નવા વર્ષની રજાઓ દરમિયાન યુકે, યુએસ અને યુરોપ તેમજ અન્ય દેશોમાં રહેતા ભારતીય મૂળના લોકો ભારતમાં પોતાના મિત્રો અને સંબંધીઓને મળવા આવતા હોય છે, પરંતુ તેઓમાંથી અનેક એરલાઈન્સે વિમાનમાં બેસવા દેવાનો ઈનકાર કર્યા પછી તેઓ ભારતમાં કોઈ સામાજિક પ્રસંગમાં હાજરી આપી શકયા નહોતા. તેમાં અનેક એવા લોકો હતા કે જેમણે ૩-૪ મહિના અગાઉ ભારત આવવાનું આયોજન કર્યું હતું.
મેટ્રો ટ્રાવેલ્સના બશીર અહમદે કહ્યું હતું કે કેટલાક પરિવારોએ તેમનો પ્રવાસ રદ કર્યો છે કેમકે એરલાઈન્સે તેમને વિમાનમાં બેસવા દેવાનો ઈનકાર કર્યો હતો અને હવે તેઓ આગામી બે સપ્તાહ સુધી સફર કરી શકશે નહી કેમકે વિમાન ભાડું વધારે હશે અને બુકિંગ પણ ફુલ હશે. ઝવાહીર કે જેની પાસે ફ્રેન્ચ પાસપોર્ટ છે અને માયલાદુથુરાઈના રહેવાસી છે તેમણે કહ્યું હતું કે તેમણે તેમના ત્રણ સંતાનો વિના જવુ પડશે કેમ કે પેરીસમાં બાળકોના પાસપોર્ટ નંબર્સ ઓસીઆઈ કાર્ડમાં નહોતા તેથી તેમને વિમાનમાં પ્રવાસ કરવા દેવાયો નથી.