ઓડબંધુ સમાજ, આણંદ-વિદ્યાનગરનો આણંદ ખાતે યોજાયેલ ૩૩મો ગરબા મહોત્સવ
(પ્રતિનિધિ) આણંદ, ઓડ બંધુ સમાજ, આણંદ-વિદ્યાનગરનો ૩૩મો ગરબા મહોત્સવ- રાસોત્સવ તા. ૧૩-૧૦-૨૪ને રવિવારે રાત્રે ૮થી ૧૨ દરમ્યાન જે.કે. આનંદ, સો ફુટ રોડ, આણંદ ખાતે સમાજની મહિલા વીંગના પ્રમુખ કેતકીબેન એચ. પટેલ (શ્રોફ)ના અધ્યક્ષ સ્થાને ભારે હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો.
આ ગરબા મહોત્સવમાં યોજાયેલ સ્પર્ધામાં ૧૫ વર્ષથી નીચેના બાળકોના એ-ગ્રુપમાં પ્રિશા ધવલકુમાર શર્મા પ્રથમ, જિનક કિન્તુરભાઈ પટેલ- દ્વિતિય અને ધ્વની જયેશ શાહ- તૃતિય વિજેતા બન્યા હતા, જ્યારે અપરણીત બહેનોના બી-ગ્રુપમાં ઉર્વી રાજુભાઈ પટેલ- પ્રથમ, રોમી સંદીપ પટેલ- દ્વિતિય વિજેતા બન્યા હતા.
પરિણીત બહેનોના સી-ગ્રુપમાં કેતકીબેન હિતેશભાઈ પટેલ- પ્રથમ, બિરવા મયુરભાઈ પટેલ- દ્વિતિય અને હેમાબેન સંજયભાઈ પટેલ- તૃતિય વિજેતા બન્યા હતા, જ્યારે ભાઈઓના ડી-ગ્રુપમાં અંશ કિરણભાઈ પટેલ- પ્રથમ, વેદાંત મિતુલભાઈ પટેલ-દ્વિતિય તથા વ્રજ મયુર પટેલ- તૃતિય વિજેતા બન્યા હતા. આ તમામ વિજેતાઓને સંસ્થા દ્વારા પારિતોષિક એનાયત કરી નવાજવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત તમામ સભાસદને દાતાશ્રી હિતેશભાઈ મનુભાઈ પટેલ (શ્રોફ) તથા રાજેન્દ્રભાઈ રામચંદ્ર પટેલ (ડોલ્ફીન વોચ)ના સૌજન્યથી નવરાત્રી નિમિત્તે લ્હાણી ભેટ આપવામાં આવી હતી.
આ પ્રસંગે અતિથિ તરીકે વિમળાબેન જયંતિભાઈ પટેલ, નયનાબેન હિતેશભાઈ પટેલ, સેજલબેન હરિષભાઈ પટેલ, ઓડ નગરપાલિકા સદસ્ય મૌતિકભાઈ પટેલ, હિમેનભાઈ પટેલ, યોગેશભાઈ રતિભાઈ પટેલ, જયેશ રતિભાઈ પટેલ, બેલાબેન મનીષભાઈ પટેલ, દાતા ચિરાગ જયંતિભાઈ પટેલ વગેરેએ ખાસ ઉપસ્થિત રહીને મહોત્સવની શોભા વધાવી હતી.
સ્વાગત પ્રવચન મહિલા વીંગના ઉપપ્રમુખ બિરવાબેન પટેલ અને આભારવિધી મહિલા વીંગના મંત્રી ગીતાબેન પટેલે કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન મનોજભાઈ પટેલે કર્યું હતું. આ મહોત્સવને સફળ બનાવવા કારોબારી સભ્ય અનિલભાઈ પટેલ, નયનભાઈ પટેલ, પ્રદિપભાઈ શાહ, મુકેશભાઈ પટેલ (અત્તરવાળા), મયુરભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, નિલેશભાઈ પારેખ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.