ઓઢવની વર્ષો જૂની ડ્રેનેજ લાઈનોને રૂ.૩.૮૫ કરોડના ખર્ચે રી-હેબ કરવામાં આવશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/drainage.jpg)
પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) અમદાવાદ પૂર્વ ઝોનના ઓઢવ વોર્ડના ટી.પી.-૧ વિસ્તારમાં અંબિકાનગર તથા જુના ૩૧૦ ડ્રેનેજ પંપીંગ સ્ટેશન છે. જેની લાઇનો વર્ષો જુની છે, તેમજ પાઈપના જોઇન્ટસ જુની સીસ્ટમ મુજબ રીગ જોઇન્ટ ટાઇપના છે. આ પંપીગ સ્ટેશનમાં પીકઅવર્સમાં ૧૬-૧૭ એમ.એલ.ડી. સુએજનુ પાણી આવે છે. તેમજ લાઇન વર્ષો જૂની હોવાથી લાઇન અંદરના ભાગમાં ખવાણ થઈ ગયેલ છે.
જેના લીધે સમયાંતરે પંપીંગમાં જતી લાઈનમાં ભંગાણ પડે છે. તેમજ જોઈન્સ રીંગ ટાઈપના હોવાથી રીંગ તુટી જવાથી પણ તે ભાગમાં ભંગાણ પડે છે તેમજ લાઈનમાં બ્રેકડાઉન થાય છે. તેથી આ લાઇન ને રૂ.૩.૮૫ કરોડના ખર્ચથી રી-હેબ કરવામાં આવશે.
મ્યુનિસિપલ વોટર સપ્લાય કમિટી ચેરમેન દિલીપભાઈ બગરિયા ના જણાવ્યા મુજબ ઓઢવની બન્ને લાઇન પર જુદી જુદી જગ્યાએ ભૂતકાળમાં બ્રેકડાઉન થયા હતા. જઆ લાઈનોનું ઇન્સપેકશન કરતા લાઇનના જોઇન્ટ્સની રીંગ તુટી ગઈ હોવાની વિગત મળી હતી. તેમજ લાઈન અંદરના ભાગમાં ખવાઈ ગઈ હતી. જેને તાકીદે રીપેરીંગ કરવામાં આવી હતી.
તેમજ બ્રેકડાઉનના સંદર્ભમાં, ડેબ્રીઝ વિગેરે જવાથી લાઈનો ચોકઅપ પણ થઇ ગયેલ હતી. જેના કારણે આ લાઈનોમાં સી.સી.ટી.વી. ડીસીલ્ટીંગની કામગીરી પણ કરી હતી. આ લાઈનોમાં વારંવાર બ્રેકડાઉન થવાથી તેને રીપેરીંગ કરવાના ખર્ચની સાથે સાથે ડ્રેનેજ ઓવર ફલોની ફરીયાદ, પીવાના પાણીમાં પોલ્યુશનની ફરીયાદો પણ ખુબજ આવે છે.
પૂર્વ ઝોનના ઓઢવ વોર્ડમાં આવેલ ગણેશ સર્કલથી અંબિકાનગર ડ્રેનેજ પંપીંગ સ્ટેશન, ૧૦૦ ફુટ રોડ અમુલ પાર્લર થી ગણેશ સર્કલ અને સરદાર એસ્ટેટ થી જુના ૩૧૦ ડ્રેનેજ પંપીંગ સ્ટેશન મા જતી ડ્રેનેજ લાઇન પર જુદી જુદી જગ્યાએ ગત ચોમાસા દરમ્યાન અવાર નવાર બ્રેકડાઉન /ભંગાણની પરિસ્થતિ નું નિર્માણ થયું હતું. જે અંગે ચકાસણી કરતા સદર લાઈનો વર્ષો જુની હોઈ ઉપરનો ભાગ(ક્રાઉન) જર્જરીત થયો હોવાથી ભવિષ્યમાં આકસ્મિક ભંગાણના લીધે
કોઇ અકસ્માત કે જાનમાલનુ નુકસાન ન થાય તે હેતુથી ડ્રેનેજ પાઇપ લાઇનના રીહેબીલીટેશન કરવાનાં કામ માટે, ૩૦૦ મી.મી થી ૪૫૦ વ્યાસની પાઈપ લાઈનનુ સ્ઉજીન્ અને ય્ઇઁ ટેકનોલોજી થી રીહેબીલીટેશન કરવામાં આવશે. જેના માટે રૂ. ૩.૮૫ કરોડનો ખર્ચ થશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.