સુદાનના 3 પાસેથી કસ્ટમ વિભાગે એરપોર્ટ પરથી 5.38 કરોડનું સોનું જપ્ત કર્યું
મુંબઈ, મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ ડિપાર્ટમેન્ટે મોટી કાર્યવાહી કરી છે. કસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ લગભગ ૧૨ કિલોગ્રામ ગોલ્ડને જપ્ત કર્યુંછે.
જપ્ત કરવામાં આવેલા ગોલ્ડની કિંમત લગભગ 5.38 કરોડ રૂપિયા છે. કસ્ટમ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના જણાવ્યા મુજબ એક ખાસ રીતે બનાવવામાં આવેલા બેલ્ટની અંદર છુપાવીને વિદેશમાંથી આ ગોલ્ડને લાવવામાં આવ્યું હતું. મૂળ સુદાનના રહેવાસી એવા ૬ ઓરપીઓની ધરપકડ કરીને હાલ તેમની એરપોર્ટ પર પૂછપરછ કરવામાં આવી રહી છે.
મુંબઈમાં આ ગોલ્ડ તસ્કરો કોના-કોના સંપર્કમાં હતા, તે અંગે હાલ પૂછપરછ ચાલી રહી છે. કસ્ટમ ડિપાર્ટમેન્ટ હાલ ક્યારથી અને કેવી રીતે સુદાનના રસ્તેથી ગોલ્ડનું સ્મગલિગં કરવામાં આવી રહ્યું છે, તે અંગેની તપાસ કરી રહ્યું છે.