Western Times News

Gujarati News

ભરૂચમાં સરકારી અધિકારીઓને મોંઘીદાટ ગીફ્ટોની સોગાદ આપવા કંપનીઓમાંથી આવેલા અધિકારીઓ કેમેરામાં કેદ

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચની સરકારી કચેરીઓમાં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ ઔદ્યોગિક વસાહતના કર્મચારીઓ અને અધિકારીઓને મોંઘીદાટ ગિફ્ટ આપવા આવતા હોવાના અહેવાલો સામે આવતા કેટલાય અધિકારીઓને ગિફ્ટ આપવા આવેલા ઔદ્યોગીક કંપનીના સત્તાધીશોએ ગિફ્ટ લઈને ભાગવું પડ્યું હોવાના દ્રશ્યો જાેવા મળ્યા હતા.

દિવાળીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભરૂચ જીલ્લાના કેટલાય ઉદ્યોગો વાલા દિવાળીના સમયે અધિકારીઓને મોંઘીદોટ ગિફ્ટ આપવા માટે દોટ મુકતા હોય છે.જેમાં છેલ્લા ત્રણ દિવસથી ભરૂચ જીલ્લાની વિવિધ ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગપતિઓ મોંઘીદોટ ફોર વ્હીલર ગાડીઓમાં ગીફ્ટ લઈને સરકારી કચેરીઓમાં અધિકારીઓને ગિફ્ટ આપવા માટે દોડી રહ્યા છે.

ત્યારે આજે ભરૂચ જીલ્લા કલેકટર કચેરીના સંકુલમાં જ એક ઉદ્યોગ કંપનીની ફોર વ્હીલર ગાડી અધિકારીઓને ગિફ્ટ આપવા માટે આવી હોવાના વિડીયો મીડિયાએ કેદ કર્યા હતા અને અધિકારીની ઓફિસમાં ગીફ્ટ આપવા માટે ઓફિસની બહાર ઉભા હતા તે દરમ્યાન મીડિયાએ તેઓનો છપ્પો પાળ્યો હતો અને ગીફ્ટ લઈને કલેક્ટર ઓફિસથી માંડી જાહેરમાર્ગ સુધી ગિફ્ટ આપવા આવેલો કંપનીનો કર્મચારી ઉભી પુછડિયે ભાગ્યો હોવાના દ્રશ્યો વીડિયોમાં કેદ થયા હતા.

ભરૂચની જીલ્લા કલેકટર કચેરીથી માંડી માર્ગ અને મકાન વિભાગની કચેરી તથા બહુમાળી બિલ્ડીંગ સહિત જીઆઈડીસી કચેરીમાં પણ કેટલાય ઉદ્યોગપતિઓ મોંઘીદોટ ગિફ્ટ લઈને અધિકારીઓને ખુશ કરતા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે ત્યારે વર્ષ દરમ્યાન ઉદ્યોગોના પાપ છુપાવતા અધિકારીઓને વર્ષે કંપનીના સત્તાધીસો સાચવતા હોય તે રીતે ગિફ્ટ તો આપી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે અને કેટલાક ઉદ્યોગપતિઓ તો અધિકારીઓના ઘર સુધી પહોંચીને પણ ગિફ્ટની સોગાદ પ્રદાન કરી રહ્યા હોવાની પણ માહિતી સાંપડી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.