ખાદ્યતેલોના ભાવમાં કિલોએ ૧૫થી ૩૦નો વધારો

નવી દિલ્હી, છેલ્લા એક મહિના દરમિયાન દેશમાં ખાદ્યતેલોના ભાવમાં પ્રતિ કિલો રૂ. ૧૫ થી ૩૦નો વધારો થયો છે. મહિના દરમિયાન રિફાઈન્ડ સોયાબીન તેલના જથ્થાબંધ ભાવ રૂ. ૧૨૦-૧૨૫ થી વધીને રૂ. ૧૪૦-૧૪૫, સરસવનું તેલ રૂ. ૧૩૦-૧૩૫ થી રૂ. ૧૪૫-૧૫૦, સૂર્યમુખી તેલના ભાવ રૂ. ૧૩૦-૧૩૫ થી વધીને રૂ. ૧૬૦-૧૬૫ પ્રતિ કિલો થયા હતા.
તહેવારોની સિઝન પૂરી થયા બાદ પણ ખાદ્યતેલમાં વધારો ચાલુ છે. જ્યારે, ખાદ્યતેલોના ભાવ સામાન્ય રીતે તહેવારોના અંત પછી નીચે આવે છે. જાે કે, આ વખતે તેલના ભાવ વધવાનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં વધારો છે. તેનું કારણ રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવને કહેવામાં આવી રહ્યું છે.
વેપારીઓના મતે ખાદ્યતેલોના ભાવ પણ વૈશ્વિક સ્થિતિ પર ર્નિભર રહેશે. જાેકે, તહેવારોની સિઝન હમણાં જ પસાર થઈ છે, જેમાં માંગ વધી છે. ત્યારે લગ્નસરાની સિઝન શરૂ થઈ ગઈ હોવાથી આ જ માંગ ચાલુ રહેશે. આવી સ્થિતિમાં તેલના ભાવમાં વધારો થવાનો છે.
પરંતુ બજારમાં પુષ્કળ પ્રમાણમાં તેલ ઉપલબ્ધ છે. સેન્ટ્રલ ઓર્ગેનાઈઝેશન ફોર ઓઈલ ઈન્ડસ્ટ્રી એન્ડ ટ્રેડ સાથે સંકળાયેલા વેપારીઓએ જણાવ્યું હતું કે, રશિયા-યુક્રેન વચ્ચેના તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્યતેલોના ભાવમાં વધારો થયો છે.
ભારતમાં ખાદ્યતેલોની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર પર ઘણો આધાર રાખે છે. તેથી, આંતરરાષ્ટ્રીય તેજીના કારણે દેશમાં પણ ખાદ્યતેલોના ભાવમાં વધારો થયો છે. એક મહિનામાં ખાદ્યતેલોમાં ૧૫-૩૦ રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે.
ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું હતું કે,
તહેવારોની નબળી માંગને કારણે દિવાળી પછી ખાદ્યતેલ સસ્તું થવાની ધારણા હતી. પરંતુ, આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધારાના કારણે સ્થાનિક બજારમાં પણ ખાદ્યતેલ મોંઘુ થયું છે. સૂર્યમુખી તેલમાં સૌથી વધુ ૨૫ ટકાનો વધારો થયો છે, કારણ કે રશિયા-યુક્રેન વચ્ચે તણાવ વધ્યો છે. યુક્રેનથી ભારતમાં મોટા પાયે સૂર્યમુખી તેલની આયાત કરવામાં આવે છે.
વેપારીઓના મતે ખાદ્યતેલની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર પર ર્નિભર રહેશે. જાે રશિયા-યુક્રેન અને અન્ય દેશો વચ્ચે તણાવની સ્થિતિ છે. જાે કે, છેલ્લા કેટલાક દિવસોમાં પરિસ્થિતિ થોડી શાંત થઈ છે. જાે આ સ્થિતિ વધુ ચાલુ રહેશે તો અપટ્રેન્ડ અટકી શકે છે અને ડાઉનસાઇડ પણ શક્ય છે. તણાવ વધવાથી ભાવમાં વધારો થવાની શક્યતા છે. ઠક્કરનું કહેવું છે કે, ખાદ્યતેલોની કિંમત સંપૂર્ણપણે આંતરરાષ્ટ્રીય બજાર દ્વારા નિયંત્રિત છે. ત્યાં ભાવ ઘટશે ત્યારે ઘટશે અને વધશે ત્યારે વધશે.