તહેવારો નજીક આવતાં સિંગતેલના ભાવમાં વધ્યાઃ સિંગતેલનો ડબો 2900નો

પ્રતિકાત્મક
તહેવારો નજીક આવતાં સિંગતેલના ભાવમાં ભડકોઃ ગૃહિણીઓનાં બજેટ ખોરવાયા
અમદાવાદ, પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસ પછી હવે ખાદ્યતેલે ગૃહિણીઓનાં બજેટ ખોરવી નાખ્યાં છે. સિંગતેલના ભાવમાં ફરી વધારો ઝીંકાયો છે. સિંગતેલના ડબાના ભાવ રૂ.૨૯૦૦એ પહોંચી ગયા છે. છેલ્લા એક અઠવાડિયામાં સિંગતેલના ભાવમાં ડબાએ રૂા.૨૦નો વધારો થતાં સિંગતેલની સાથે કપાસિયા તેલના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. પામતેલના ૧૫ કિલો ડબાનો ભાવ રૂ.૧૭૩૦ થયો છે.
તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે અન્ય ચીજવસ્તુઓ બાદ હવે શાકભાજીના ભાવ પણ વધ્યા છે. અધિક માસ શ્રાવણ માસ શરૂ થાય તે પૂર્વે સિંગતેલમાં ભાવ વધારો થયો છે તે સૂચક ગણાઈ રહ્યો છે. વિદેશી બજારમાં ખાદ્યતેલના ભાવમાં સુધારાના કારણે સિંગદાણા તેલ-તેલીબિયાં અને ક્રૂડ પામ ઓઈલ સિવાય
લગભગ તમામ ખાદ્યતેલ અને અન્ય તેલના બજારમાં સુધારો જાેવા મળ્યો હતો. બજારનાં સૂત્રો જણાવ્યા અનુસાર મલેશિયા એક્સચેન્જ ૪-૪.૫ ટકા, જ્યારે શિકાગો એક્સચેન્જ ૩-૩.૫ ટકા ઉપર છે. આ વધારા બાદ સિંગતેલ ડબાનો ભાવ રૂ.૨૯૦૦ થયો છે.
નવા વર્ષની શરૂઆતથી જ સિંગતેલના ભાવ ગૃહિણીઓને સતત દઝાડી રહ્યા છે. જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. આવામાં તેલના ભાવમાં ફરી એકવાર ભડકો થયો છે. મોંઘવારી વચ્ચે સિંગતેલ, કપાસિયા તેલ અને પામતેલના ડબામાં રૂા.૨૦નો વધારો ઝીંકાયો છે.
જૂન મહિનાની મધ્યમાં ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો છે. મે અને જૂન મહિનામાં ખાદ્યતેલના ભાવમાં સતત અપડાઉન થઈ રહ્યું છે. ચોમાસામાં લોકો ગાંઠિયા, ભજિયાં જેવી તળેલી અને ટેસ્ટી વસ્તુઓ વધુ આરોગતા હોય છે. આ સાથે જ તહેવારો નજીક આવતાંની સાથે જ તેલના ભાવમાં વધારો થયો છે.
ખાદ્યતેલના મામલામાં દેશની આયાત પરની નિર્ભરતા જે રીતે વધી રહી છે તે જાેતાં સરકારે બંદર પર આયાત કરવામાં આવતાં સૂર્યમુખી અને અન્ય ખાદ્યતેલોની વ્યવસ્થા પણ જરૂરી બની છે, કારણ કે ખાદ્યતેલો ફરી તેજીના માર્ગે દોડવા લાગ્યા હોય તેમ તેમાં સતત વધારો થઇ રહ્યો છે. સસ્તા આયાતી સૂર્યમુખીના ખાદ્યપદાર્થાેથી દેશના તેલ ઉદ્યોગને થયેલા નુકસાનની સાથે-સાથે સરસવ અને સૂર્યમુખીના પાકને ઓછા ભાવે વેચીના નાના ખેડૂતોને આ વખતે નુકસાન થયું છે.
વેપારીઓના કહેવા પ્રમાણે છેલ્લા ચાર દિવસથી વરસાદના કારણે કાચામાલની આવકો અટકી છે. વાવેતર સિઝનના કારણે હજુ આવકો ઓછી જ રહેવાની સંભાવના છે.
તહેવારોના દિવસો ચાલુ થઈ રહ્યા હોવાથી ડિમાન્ડ વધી શકે છે. સિંગતેલના ભાવમાં સતત વધારાના કારણે ફરસાણ સહિતની વસ્તુના ભાવમાં વધારો થવાની શક્યતા છે ત્યારે આ ભાવ વધારાથી અનેક લોકોનાં બજેટ ખોરવાઈ શકે છે.