ગોધરામાં કરચોરીની આશંકાએ તેલના વેપારીની દુકાને GST વિભાગની તપાસ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/01/GST.jpg)
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આજે સવારથી GST વિભાગની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. વિભાગના અધિકારીઓએ એક મોટા તેલ વેપારીની દુકાનમાં સર્વેની કામગીરી શરૂ કરી છે.
પ્રાથમિક માહિતી મુજબ, કરચોરીની આશંકાના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. GST વિભાગની ટીમ દ્વારા વેપારીના તમામ વ્યાવસાયિક દસ્તાવેજો, બિલ બુક, સ્ટોક રજિસ્ટર અને અન્ય આનુષંગિક કાગળોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
વડોદરા થી આવેલ GST વિભાગ દ્વારા તેલનાં વેપારીના ત્યાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગોધરાના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ ચોકી નં.૬ ની બાજુમાં ભરત મહેતા ટ્રેડર્સ નામના જથ્થાબંધ તેલના વેપારીના સર્વેની કામગીરી હાથ ધરાઇ હતી.
જેના કારણે આજુબાજુના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.ગોધરા શહેરના સ્ટેશન રોડ ચોકી નં.૬ ની બાજુમાં મોટાપાયે વેપારીઓ પોતાના ધંધાકીય ક્ષેત્રમાં સંકળાયેલા છે.આજરોજ ગોધરા શહેરના જીએસટી વિભાગ દ્વારા ભરત મહેતા ટ્રેડર્સ નામની વેપારીને ત્યાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવતા આજુબાજુના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
ભરત મહેતા ટ્રેડર્સ નામની દુકાનમાં જીએસટી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવતા મોટાપાયે કરચોરી બહાર આવે તેવી શક્યતાઓ હાલ તો દેખાઈ રહી છે.ગોધરા શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ ભરત મહેતા ટ્રેડર્સ નામની કપાસ મગફળી તેલના જથ્થાબંધ વેપારીને ત્યાં વડોદરાના જીએસટી વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવતા મોટાપાયે કરચોરી બહાર આવે એવી શક્યતાઓ સેવાઈ રહી છે.
ગોધરા શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ તેલના વેપારીને ત્યાં જીએસટી વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યું હતું. જે તપાસ હજુ સુધી ચાલુ છે ત્યારે ચાલી રહેલા સર્વેમાં ચોકાવનારા ખુલાસા બહાર આવવાની શક્યતાઓ સેવાઇ રહી છે.ગોધરાના સ્ટેશન રોડ ઉપર આવેલ ભરત મહેતા ટ્રેડર્સ નામની દુકાનમાં વડોદરાના જીએસટી વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યું છે.