Western Times News

Gujarati News

કલમ ૩૭૦ને હટાવવા પર સુપ્રીમની મહોરથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું

ઈસ્લામાબાદ, ભારતની સુપ્રીમ કોર્ટે ગઈ કાલે આર્ટિકલ ૩૭૦ને હટાવવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. આ નિર્ણય બાદથી પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. હવે આ મામલે પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી હિના રબ્બાની ખારે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અનેક દેશો હવે ભારતના ‘દુષ્ટ’ વ્યવહારનો પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે, ભારતે પોતાની સર્વોચ્ચ અદાલતના નિર્ણયનો સ્થાનિક અદાલત તરીકે ઉપયોગ કરીને શરમજનક કામ કર્યું છે. પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી હિના રબ્બાની ખારે એક્સપર લખ્યું કે ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવો અને કાશ્મીર પર પોતાના આંતરરાષ્ટ્રીય જવાબદારીઓને ખતમ કરીને ખોટા નિર્ણયો લઈ રહ્યું છે.

તે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવોને સ્પષ્ટપણે નજરઅંદાજ કરવાનું કામ કરી રહ્યું છે. હિના રબ્બાનીએ કહ્યું કે, હું યાદ અપાવવા માંગુ છું કે, ભારત જમ્મુ કાશ્મીરના નિર્ણયને સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં લઈ ગયુ હતુ. તેના પર તેણે જ્ઞાન આપવાનો પણ પ્રયત્ન કર્યો હતો.

તેમણે કહ્યું કે, કોઈ પણ ઘરેલુ કાર્યવાહી જે સમગ્ર રાજ્ય અથવા તેના કોઈ હિસ્સાના ભવિષ્ય માટે કરવામાં આવી હોય તે માન્ય નથી હોતી.

પાકિસ્તાન હજુ તો ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ આર્ટિકલ ૩૭૦ હટાવવાના ભારતના નિર્ણયને ભૂલી નથી શક્યુ ત્યાં તો સુપ્રીમ કોર્ટનો નિર્ણય ૧૧ ડિસેમ્બરે આવી ગયો છે જેમાં તેમણે કલમ ૩૭૦ હટાવવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે.

તેનાથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ છે. પાકિસ્તાનના વર્તમાન કાર્યવાહક વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિલાનીએ સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન ભારતના નિર્ણયને નથી સ્વીકારતું. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.