Ola બાદ હવે Bulletમાં લાગી આગ, બાઈક બોમ્બની જેમ ફૂટી
નવી દિલ્હી, એક સપ્તાહની અંદર પાંચ વ્હીકલમાં લાગી આગ લાગવાની ઘટના સામે આવી છે. હજુ તો આપણે ઈલેક્ટ્રિક્સ સ્કૂટર્સમાં આગ લાગવાની ઘટનાની ચર્ચા જ કરી રહ્યા છે ત્યાં વધુ એક રોયલ એનફીલ્ડ બુલેટ ફાટીને આગનો ગોળો બની ગઈ છે.
અનંતપુર જિલ્લાના ગુંતકલ મંડળના લોકપ્રિય મંદિર Kasapuram Aanjaneya Swami Templeમાં એક બુલેટ બાઈકમાં આગ લાગી ગઈ છે. બાઈકનો વિસ્ફોટ એટલો ઝડપી હતો કે વાયરલ વિડીયો જોતા એવું લાગે છે કે બોમ્બ વિસ્ફોટ થયો હશે. રિપોર્ટ પ્રમાણે જ્યારે બાઈકની ટાંકીમાં વિસ્ફોટ થયો ત્યારે અવાજ આવ્યો અને ઘટનાસ્થળે હાજર લોકો ડરીને ભાગી ગયા હતા.
બુલેટ બાઈકનો માલિક મેસૂરથી કાસપૂરમ પહોંચ્યો હતો. કાસમપુર મૈસૂરથી લગભગ 350 કિમી દૂર છે, તેથી શક્ય છે કે બુલેટના માલિકે તેને રસ્તામાં ક્યાંક રોકી ન હોય. જેના કારણે બાઈકની ટાંકી ફાટી ગઈ હશે. જોકે, લોકો બુલેટ જેવા વાહનોથી હજારો કિલોમીટરની મુસાફરી કરે છે, તો એ પણ વિચારવાનો વિષય છે કે, 350 કિમીની મુસાફરીમાં બુલેટ કેમ ફાટી?
બાઈકમાં આગ લાગવાથી મંદિરની બહાર અફરાતફરીનો માહેલ સર્જાયો હતો. બીજી તરફ થોડી જ વારમાં આગ બેકાબુ બની ગઈ હતી અને બુલેટ બોમ્બની જેમ ફાટી હતી. એક સપ્તાહની અંદર પાંચ વ્હીકલમાં લાગી આગ લાગવાની ઘટના સામે આવી છે. આ અગાઉ પુણેમાં ઓલાના ઈ-સ્કૂટરમાં આગ લાગી હતી.