ઓલા ઈલેકટ્રિકના ભાવ ઘટાડા પછી વેચાણમાં જોરદાર ઉછાળો
ઓલા ઈલેકટ્રિકે તેના S1 પ્રો, S1 એર અને S1 X+ સ્કૂટર્સના ભાવમાં ગયા સપ્તાહે રૂ. 25,000 સુધીનો ઘટાડો કર્યા પછી તેના વેચાણોમાં નાટ્યાત્મક ઉછાળો આવ્યાના અહેવાલ છે. જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર વિવિધ મીડિયાના અહેવાલો મુજબ, કંપનીએ ફક્ત ત્રણ દિવસમાં 10,000 સ્કુટર્સનું જંગી વેચાણ કર્યું છે, એ રીતે તેના સરેરાશ દૈનિક વેચાણોમાં ત્રણ ગણો વધારો થયો છે. Ola Electric sees good jump in sales post price cut
આ ઉછાળો એવું સૂચવે છે કે, ઓલાની ઈલેકટ્રિક વાહનોની મહત્ત્વાકાંક્ષામાં આ વ્યૂહાત્મક ભાવ ઘટાડો ગેમ ચેન્જર બની શકે છે. કંપનીએ ઓગસ્ટ 2021માં પોતાની પ્રથમ પ્રોડક્ટની જાહેરાત કર્યા પછી અત્યારસુધીમાં ગ્રાહકોને 400,00 થી વધુ સ્કુટર્સ ડીલીવર કર્યા છે. કંપનીએ તેના ડીઆરએચપીમાં દર્શાવ્યું હતું તે મુજબ પોતાના મોટરસાયકલ મોડલ્સની ડીલીવરી નાણાંકિય વર્ષ 2026ના પૂર્વાર્ધમાં શરૂ કરવાનું કંપનીનું આયોજન છે.
ઓલાએ નિયામકો સમક્ષ પોતાના આઈપીઓ માટે ડિસેમ્બર 2023માં ફાઈલિંગ કર્યું હતું. આ પ્યોર પ્લે ઈવી કંપની ઈવી તથા બેટરી પેક્સ, મોટર્સ અને વ્હીકલ ફ્રેમ્સ જેવા ઈવીના અતિ મહત્ત્વના કોમ્પોનેન્ટ્સનું ઉત્પાદન તામિલનાડુના ક્રિષ્નાગિરિ ખાતેની પોતાની ફયુચર ફેકટરીમાં કરે છે.
અગાઉ આ મહિનામાં કંપનીએ પોતાના ઓલા સ્કૂટરમાં નવી રેન્જનું મોડલ પણ લોંચ કર્યું હતું અને કંપનીએ એવું પણ જણાવ્યું છે કે, તે પોતાનું સર્વિસ નેટવર્ક હાલના 400 સેન્ટર્સથી વધારીને 600 સેન્ટર્સનું કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે તેમજ એપ્રિલ, 2024 સુધીમાં તે દેશભરમાં 10,000 જેટલા ચાર્જિંગ યુનિટ્સની પણ સ્થાપના કરશે.