મુનમુન દત્તાનો આઈટમ ડાન્સ કરતો જુનો વીડિયો વાયરલ

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોની બબીતા જી એટલે કે સૌની પ્રિય એક્ટ્રેસ મુનમુન દત્તા ઘણી વખત કોઈને કોઈ મામલે ચર્ચામાં આવે છે.
કેટલાક લોકો મુનમુન દત્તાને તારક મહેતા સોથી ઓળખે છે તો કેટલાક લોકો તેને તે સમયથી જાણે છે જ્યારે મુનમુન દત્તા ફિલ્મોમાં નાના-મોટા રોલ કરતી હતી. મુનમુને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે એક્ટિંગમાં પોતાનું કરિયર બનાવવા માંગતી નથી. તેનું મન ડોક્ટર બનાવાનું હતું.
જાેકે, ભાગ્યને કંઇક બીજુ જ મંજૂર હતું અને તે ગ્લેમરની દુનિયામાં આવી ગઈ. હાલમાં સોશિયલ મીડિયા પર મુનમુનનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મુનમુન દત્તાનો બોલ્ડ લૂક જાેવા મળી રહ્યો છે. વીડિયો જાેઈ ફેન્સ પણ બેકાબુ થઈ રહ્યા છે. આ પહેલા તમે તેનો વીડિયો જાેવા માટે તમારું સોશિયલ મીડિયા હેલન્ડ ઓપન કરો, તે પહેલા જણાવી દઈએ કે, એક્ટ્રેસનો આ વીડિયો ઘણો જુનો છે.
હકીકતમાં વાયરલ થઈ રહેલા મુનમુન દત્તાનો આ વીડિયો તેની તેલુગુ ફિલ્મનો છે. જેમાં તે આઇટમ ડાન્સ કરતી જાેવા મળી હતી. આ ફિલ્મમાં મુનમુને તેની કાતિલાના અદાઓનો જલવો દેખાડ્યો હતો. વીડિયોમાં જાેઈ શકાય છે કે મુનમુને રેડ કલરનું શોર્ટ અને ટોપ પહેર્યું છે. તે ખુબ જ સુંદર જાેવા મળી રહી છે.
એટલું જ નહીં મુનમુને પોલ ડાન્સ પણ કર્યો. મુનમુન ‘આદલી નાતો એ પૂતા…’ સોન્ટ પર ડાન્સ કરતી જાેવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર તેનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. એક્ટ્રેસની પર્સનલ લાઈફની વાત કરીએ તો તે પોતાની લવ લાઈફને લઇને ઘણી ચર્ચામાં હતી. પરંતુ તેનો આ સંબંધ કોઈ કારણથી તૂટી ગયો હતો. વર્ષ ૨૦૦૮ માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે મુનમુન દત્તાનું નામ જાેડાયું હતું. જે બાદ તે ઘરે-ઘરે બબીતા જીના નામથી જાણીતી થઈ ગઈ છે.SS1MS