જુના વીડિયોથી આમિરની ‘સિતારે ઝમીન પર’નો વિરોધ

મુંબઈ, આમિર ખાન લાંબા સમય પછી ‘સિતારે ઝમીન પર’ સાથે પાછો ફરી રહ્યો છે. બે દિવસ પહેલાં તેની આ ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર લોંચ કરવામાં આવ્યું હતું. થોડી જ વારમાં આ ટ્રેલર ટ્રેન્ડ થવા માંડ્યું હતું, પરંતુ નકારાત્મક રીતે. ટિ્વટર સહિતના સોશિયલ મીડિયા પર અમિર ખાનને ટ્રોલ કરવામાં આવ્યો હતો.
લોકોએ સોશિયલ મીડિયામાં આમિરને અને તેની નવી આવનાર ફિલ્મને બોયકોટ કરવાની વાત શરૂ કરી દીધી હતી. આમિર ખાન પ્રોડક્શન તરફથી ઓપરેશન સિંદૂર બાદ ભારતીય સેના અને તેમની બહાદુરીને વખાણતી પોસ્ટ પણ કરવામાં આવી હતી. છતાં આમિર અંગત રીતે ભારત –પકિસ્તાન મુદ્દે મૌન જ રહ્યો હતો.
લોકોનો એવો આક્ષેપ હતો કે તે પોતની આવનારી ફિલ્મની સફળતા માટે આ પબ્લિસિટી સ્ટંટ કરે છે.આ ચર્ચાઓ વચ્ચે આમિરનો એક જુનો વીડિયો પણ ફરી ફરતો થયો હતો. જેમાં આમિર ટર્કીના રાષ્ટ્રપતિના પત્ની એમિન અર્ડાેગનને મળવા જાય છે. આ વીડિયોના કારણે તે વિવાદમાં સપડાયો છે.
એક તરફ ટર્કીએ પાકિસ્તાનને ખુલ્લો ટેકો આપ્યા બાદ સમગ્ર દેશ તેનો વિરોધ કરી રહ્યો છે.એક વ્યક્તિએ ટિ્વટર પર લખ્યું,“આમિર ખાને એક શો બનાવ્યો સત્યમેવ જયતે અને અંતે એ પોતે એક એવી વ્યક્તિ બની ગયો જેની તે પોતે જ શો પર ટીકા કરે. જ્યાં સુધી તેની આવનારી ફિલ્મને અસર ન થતી હોય ત્યાં સુધી તે દેશ અને દેશની સેના વિશે પણ એક શબ્દ નહીં બોલી શકે.
હવે લોકોએ ‘સિતારે ઝમીન પર’ બોયકોટ કરવાનો સમય આવી ગયો છે.”તો અન્ય એક વ્યક્તિએ લખ્યું, “પહલગામના હુમલા વખતે આમિર કશુ બોલ્યો નહીં. ટર્કી ટુરીઝમને બોયકોટ કર્યા પછી હવે આમિર ખાનની નવી ફિલ્મને બોયકોટ કરવાનો સમય આવી ગયો છે. આમિર ટર્કી ગયો હતો અને ટર્કીના રાષ્ટ્રપતિ અને એમના પત્નીને મળ્યો હતો.
ટર્કીએ પાકિસ્તાનને ટેકો આપ્યો હતો.”પહલગામમાં આતંકવાદી હુમલો થયો અને ૨૬ લકો તેમાં માર્યા ગયા. ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ હતી.
તેના કારણે ભારતીય સેનાએ ૭ મેએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં રહેલા ૯ આતંકવાદી ઠેકાણાઓ તોડી પાડ્યાં. સોમવારે આમિર ખાન પ્રોડક્શને એક નિવેદન જાહેર કર્યું હતું,“ઓપરેશન સિંદૂરના વીરોન સલામ.
આપણી સેનાઓની બહાદુરી, હિંમત અને આ દેશની સુરક્ષા માટે તેમના અડગ નિશ્ચય બદલ આપણે તમના ઋણી છીએ. તેમના નેતૃત્વ અને દૃઢનિશ્ચય માટે માનનીય વડાપ્રધાન મોદીનો આભાર.”SS1MS