Western Times News

Gujarati News

પદ્મશ્રી પુરસ્કાર પરત કરશે ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા

નવી દિલ્હી, ભારતીય કુસ્તીબાજ અને ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાએ પીએમ મોદીને એક લાંબો પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે તેમની માંગણીઓ ન સાંભળવાને કારણે પદ્મશ્રી પરત કરવાની વાત પણ કરી છે.

હકીકતમાં, આ વર્ષની શરૂઆતથી, ભારતીય કુસ્તીબાજાેનો એક વર્ગ ભારતીય કુસ્તી મહાસંઘમાં બ્રિજ ભૂષણ શરણ સિંહની ચાલી રહેલી મનસ્વીતા અને તાનાશાહીનો વિરોધ કરી રહ્યો છે. બ્રિજ ભૂષણ પર મહિલા રેસલર્સનું જાતિય શોષણ કરવાનો પણ આરોપ છે.

બ્રિજ ભૂષણ શરણ સિંહ ભાજપના સાંસદ છે અને લાંબા સમયથી ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ છે. તાજેતરમાં કુસ્તીબાજાેના લાંબા આંદોલન બાદ તેમને પ્રમુખ પદ છોડવું પડ્યું હતું. જાે કે, જે નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે તે પણ બ્રિજ ભૂષણના જૂથનો જ છે.

આવી સ્થિતિમાં, છેલ્લા ૧૧ મહિનાથી ચાલી રહેલ કુસ્તીબાજાેનો સંઘર્ષ નિરર્થક રહ્યો. આ જ કારણ છે કે બજરંગ પુનિયાએ પોતાનો મેડલ પરત કરવાની જાહેરાત કરી છે.

બજરંગ પુનિયાએ પોતાના પત્રમાં કહ્યું છે કે, “… જે દીકરીઓ બેટી બચાવો બેટી પઢાવોની બ્રાન્ડ એમ્બેસેડર બનવાની હતી, તેઓને એવી સ્થિતિમાં મુકવામાં આવી હતી કે તેમને તેમની રમતમાંથી પાછળ હટી જવું પડ્યું હતું. અમે કુસ્તીબાજાેનું ‘સન્માન’ કરી શક્યા નહીં.

મહિલા કુસ્તીબાજાેનું અપમાન કર્યા પછી હું મારું જીવન ‘સન્માનિત’ બનીને જીવી શકીશ નહીં. આવી જિંદગી મને આખી જિંદગી પરેશાન કરતી રહી છે. એટલા માટે હું તમને આ ‘સન્માન’ પરત કરી રહ્યો છું.

તમને જણાવી દઈએ કે ગુરુવારે ડબ્લ્યુએફઆઈ ચૂંટણીમાં સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના ગણાતા સંજય સિંહને અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ પછી રેસલર સાક્ષી મલિકે રેસલિંગ છોડવાની જાહેરાત કરી દીધી હતી.

તે સમયે બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ પણ ત્યાં હતા. એક દિવસ પછી બજરંગ પુનિયાએ પદ્મશ્રી પરત કરવાની વાત કરી. આ કુસ્તીબાજાે લાંબા સમયથી ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણના ગેરવર્તણુંક મુદ્દે વિરોઘ કરી રહ્યાં હતા અને તેમની સામે પગલા લેવા માંગ કરી રહ્યાં હતા.

સાક્ષી મલિક સહિત અનેક મહિલા રેસલર્સે બ્રિજ ભૂષણ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. કુસ્તીબાજાેએ કાર્યવાહીની માંગ સાથે દિલ્હીના જંતર-મંતર પર ઘણા દિવસો સુધી ધરણા પણ કર્યા હતા. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.