લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે

ગાંધીનગર, લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમને ઉષ્માભેર આવકાર્યા હતા. શ્રી ઓમ બિરલાની આ મુલાકાત દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા.