Omicron: WHOએ બૂસ્ટર ડોઝને લઈને ચિંતા વ્યક્ત કરી
જીનીવા, કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટની ઓળખ વિશ્વના ૭૭ દેશોમાં કરવામાં આવી છે અને તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એ ઘેબ્રેયેસસે મંગળવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું, ૭૭ દેશોએ અત્યાર સુધીમાં ઓમિક્રોનના કેસની જાણ કરી છે અને વાસ્તવિકતા એ છે કે, Omicron સંભવતઃ મોટાભાગના દેશોમાં છે અને તે અગાઉના અન્ય વેરિઅન્ટની સરખામણીમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
ઓમિક્રોન સામે બૂસ્ટર ડોઝ અંગે પણ ઉૐર્ંના ડિરેક્ટર જનરલે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, ઓમિક્રોન વેરિઅન્ટે કેટલાક દેશોને પોતાની સંપૂર્ણ પુખ્ત વસ્તી માટે કોરોના બૂસ્ટર પ્રોગ્રામ શરૂ કરવાની ફરજ પાડી છે, જ્યારે અમારી પાસે પૂરતા પુરાવા નથી કે કોરોનાના આ નવા વેરિઅન્ટ સામે બૂસ્ટર કેટલું અસરકારક છે.
યુનાઈટેડ નેશન્સ હેલ્થ એજન્સીએ બૂસ્ટર ડોઝ જેવા કાર્યક્રમો પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આનાથી વેક્સીનની સંગ્રહખોરીને પ્રોત્સાહન મળશે. ડબ્લ્યુએચઓના ડીજીએ કહ્યું, ‘સંસ્થાને આ વાતની ચિંતા છે કે આ પ્રકારના કાર્યક્રમ કોવિડ-૧૯ રસીની સંગ્રહખોરીને પુનરાવર્તિત કરશે જે આપણે આ વર્ષે જાેયું છે.
આ સાથે અસમાનતા પણ વધશે. તે સ્પષ્ટ છે કે જેમ જેમ આપણે આગળ વધીએ છીએ, બૂસ્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, ખાસ કરીને એ લોકો માટે જેમના પર ગંભીર બીમારીથી મૃત્યુનું જાેખમ છે. તેમણે આગળ કહ્યું, હું સ્પષ્ટતા કરી દઉં, WHO બૂસ્ટર ડોઝની વિરુદ્ધ નથી.
અમે અસમાનતાના વિરોધમાં છીએ. અમારી મુખ્ય ચિંતા દરેક જગ્યાએ લોકોના જીવ બચાવવાની છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઓમિક્રોન વેરિઅન્ટ ઘણા મ્યુટેશન્સનું પરિણામ છે.
કોવિડના વધુ સંક્રામક સ્વરૂપ મ્.૧.૧.૧.૫૨૯ વિશે પ્રથમવાર ૨૪ નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકા તરફથી વિશ્વ આરોગ્ય સંસ્થાને જાણ કરવામાં આવી હતી. આ પછી બોત્સ્વાના, બેલ્જિયમ, હોંગકોંગ, ઈઝરાયેલ, યુકે, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, નેધરલેન્ડ, જાપાન, જર્મની અને ફ્રાન્સ સહિતના ઘણા દેશોમાં પણ તેની ઓળખ થઈ છે. ઉૐર્ંએ ૨૬ નવેમ્બરના તેને વેરિઅન્ટ ઓફ કન્સન કહેતા તેને ઓમિક્રોન નામ આપ્યું.SSS