ફિલ્મ ‘ભાગમ ભાગ ૨’માંથી અભિનેતા ગોવિંદાની બાદબાકી
મુંબઈ, અક્ષય કુમાર, ગોવિંદા અને પરેશ રાવલની ‘ભાગમ ભાગ’ આજકાલ ફરી ચર્ચામાં છે. મેકર્સ આ ફિલ્મની સિક્વલ બનાવવાનું આયોજન કરી રહ્યાં છે તેવી ચર્ચા છે.
પ્રોડ્યુસર્સે આ ખબરને કન્ફર્મ કરી છે.જો કે, હમણાં જ ગોવિંદાએ આ અંગેની અપડેટ આપતા તેને ફિલ્મ માટે કોઇએ પણ સંપર્ક કર્યાે નથી તેમ કહ્યું હતું.ગોવિંદાને કોમેડી સિક્વલ ‘ભાગમ ભાગ ૨’માં કાસ્ટ કરવામાં આવ્યો નથી. ત્યારે એક ઈન્ટરવ્યૂમાં ગોવિંદાએ કહ્યું, “મારો‘ભાગમ ભાગ ૨’ માટે કોઈએ વાત કે તે અંગે ચર્ચા કરવા સંપર્ક કર્યાે નથી. ‘પાર્ટનર’ની પણ સિક્વલ બનાવવા અંગે ચાલે છે.”
ફિલ્મનું શૂટિંગ ૨૦૨૫માં શરૂ થવાની ચર્ચા ચાલી રહી છે, જો કે તે બાબતની અન્ય કોઈ માહિતી શેર કરવામાં આવી નથી.કેટલાંક અહેવાલો અનુસાર, તાજેતરમાં જ રોરિંગ રિવર પ્રોડક્શનનાં સરિતા અશ્વિન વર્ડે દ્વારા શેમારૂ એન્ટરટેઈનમેન્ટ પાસેથી સિક્વલના રાઈટ્સ લેવામાં આવ્યા હતા, જેઓ સાથે સાથે ફિલ્મની સ્ક્રિપ્ટ પર પણ કામ કરી રહ્યાં છે.
શેમારૂની સાથે મળીને સરિતા આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે. ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોના કહેવા અનુસાર, સરિતા માને છે કે સિક્વલની ડિઝાઈન તૈયાર કરવામાં ઘણો સમય થયો પણ હવે તે જલ્દી જ દર્શકોને જોવા મળશે. કારણ કે‘ભાગમ ભાગ’ જેવી ફિલ્મની સિક્વલ ખાસ અને જોરદાર હોવી જોઈએ.SS1MS