ચાલુ ST બસે અંધારામાં એક પુરૂષ ખભે વારંવાર મહિલાને સ્પર્શ કરતો અને…
એસટી બસમાં મુસાફરી કરતા મહિલાની યુવક દ્રારા છેડછાડ કરતા પોલીસ ફરિયાદ
(પ્રતિનિધિ)ગોધરા, હાલોલ થી ગોધરા એસટી બસમાં મુસાફરી કરતી હિન્દુ મહીલાની વિધર્મી યુવક દ્વારા છેડછાડ કરવામાં આવતા ભોગ બનનાર મહિલાએ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે મોહંમદ યાયમન કાસીમ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગોધરા ની એક હિન્દુ મહીલાએ શહેર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે હાલોલ બસ સ્ટેન્ડથી બીલીમોરા વલસાડ ડેપોની બસમાં બેસી ગોધરાની ટીકીટ લઇ બસમા જગ્યા હોય દરવાજાની આગળની સીટ પર બહાર ની બાજુ બેઠેલ અને બસમાં આવતી હતી
તે દરમ્યાન ચાલુ બસે બસની અંદરની લાઇટ બંધ હોય અંધારામાં એક પુરૂષ મારા ખભે વારંવાર સ્પર્શ કરતો હોય તેમ લાગતા મારી સીટમા સહેજ દબાઇને બેસેલ તેમ છતા તે પુરૂષ મારી સીટને અને એંગલને ટેકો લઈને ઉભો હતો જેથી મે તેને મારા શરીરને સ્પર્શ ન થાય તે રીતે ઉભો રહેવા જણાવેલ તો અમારા વચ્ચે બોલાચાલી થયેલ આ વખતે બસના કંડક્ટરે ચાલુ બસમા કોઇ બોલાચાલી કરવાની ના પાડેલ
અને તે પછી પણ આ પુરુષ ત્યાથી હટેલ નહી અને તેના શરીરનો કમ્મરથી નીચેનો ભાગ વારંવાર બદ દાનતથી મારા ખભા પાસે સ્પર્શ કરવાનુ ચાલુ રાખેલ જેથી મે તાત્કાલિક મારા મોબાઇલમા બીજી સીટ પર બેઠેલ એક ભાઇ પાસે ફોટા પડાવી મારા પતિને ફોટો મોકલી તેમ ને ગોધરા બસ સ્ટેન્ડ ખાતે મને લેવા આવવા જણાવેલ
અને સાડા નવેક વાગ્યે બસ ગોધરા બસ સ્ટેન્ડ ખાતે આવેલ તે વખતે બસમાથી ઉતરી મારી છેડતી કરનાર પુરૂષને મે રોકી રાખેલ અને પોલીસ કન્ટ્રોલ રૂમમા ફોન કરેલ પરંતુ મારી છેડતી કરનાર પુરૂષ ભાગવાની કોશિશ કરતો હોય મે બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઇ ગયેલ
તેવામા મારા પતિ આવી જતા એક ભાઇની મોટર સાઇકલ પર મારી છેડતી કરનાર પુરૂષને મારા પતિ તથા બીજા માણસો પોલીસ સ્ટેશન લઇ આવેલ અને હું બીજા ભાઇની મોટર સાઇકલ પર બેસી પોલીસ સ્ટેશન આવેલ અને મારી છેડતી કરનાર પુરૂષનુ નામ પુછતા પોતે મોહંમદ યાયમન કાસિમ ઉ.વ.૪૮ રહે.રાટા પ્લોટ વેજલપુર રોડ ગોધરા નો હોવાનુ જણાવતા આ મામલે પોલીસે મહિલા ની ફરીયાદ ના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.