૧૫ વર્ષ પુરા થતા આસિત મોદીએ જૂના કલાકારોને કર્યા યાદ
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટેલિવિઝન પર લાંબા સમયથી પ્રસારિત રહેલા શોમાંથી એક છે. આ શોના ૧૫ વર્ષ પૂરા થતાં આખી ટીમ દ્વારા તેનું ગ્રાન્ડ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રોડ્યૂસર આસિત કુમાર મોદીએ દર્શકોને ખૂબ જલ્દી એક એવા પાત્રને લઈ આવવાનું વચન આપ્યું હતું, જેની રાહ છેલ્લા છ વર્ષથી દર્શકો જાેઈ રહ્યા છે. અહીંયા વાત થઈ રહી છે દયાભાભીની.
દિશા વાકાણી ૨૦૧૭માં મેટરનિટી લીવ પર ગઈ ત્યારથી પરત ફરી નથી અને પ્રોડક્શન હાઉસ પણ હજી સુધી તેને રિપ્લેસ કરી શકે તેવી એક્ટ્રેસને શોધી શક્યું નથી. ત્યારે શનિવારના એપિસોડમાં આસિત મોદીએ કહ્યું હતું કે, આટલા વર્ષ સુધી તેણે ફેન્સને મનોરંજન પૂરું પાડ્યું છે અને જ્યારે બધા તેની રાહ જાેઈ રહ્યા છે ત્યારે તેઓ ખૂબ જલ્દી તેને પરત લાવશે.
જાે કે, દિશા જ કમબેક કરશે કે કોઈ અન્ય આવશે તેવો ખુલાસો કરવામાં આવ્યો નહોતો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોની ટીમ શોમાં તેમની ૧૫ વર્ષની જર્નીને યાદ કરી હતી. જેઠાલાલ ઉર્ફે દિલીપ જાેશીએ કહ્યું હતું કે ‘અમારા પ્રોડ્યૂસર આસિત કુમાર મોદીએ તારકભાઈ મહેતાની કોલમ ગુનિયાના ઉંઘા ચશ્માથી પ્રેરિત થઈને આ શો બનાવવાનું સપનું જાેયું હતું. ૨૮ જુલાઈ ૨૦૦૮ના રોજ પહેલો એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને આજે તેને ૧૫ વર્ષ થઈ ગયા છે.
આ તેમની કપરી મહેનત અને શોને યથાવત્ રાખવાના જુસ્સાનું પરિણામ છે, તે અમને પણ અમારું ૧૦૦ ટકા આપવા માટે પ્રેરિત કરે છે. શોના ૧૫ વર્ષની ઝલક દેખાડ્યા બાદ આસિત મોદીએ આ જર્ની દરમિયાન અવસાન પામેલા એક્ટર્સ અને ક્રૂ મેમ્બર્સને યાદ કર્યા હતા તેમજ શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે હાલ જે શોનો ભાગ છે તે સભ્યો અને બાકીના લોકોને અભિનંદન પાઠવ્યા હતા.
આ સિવાય TMKOCને છોડીને અલગ માર્ગ અપનાવનારને એક્ટર્સનો પણ શોમાં ફાળો આપવા માટે આભાર માન્યો હતો. જણાવી દઈએ કે, શૈલેષ લોઢા, રાજ અનડકટ, ગુરુચરણ સિંહ, નિધિ ભાનુશાળી, મોનિકા ભદોરિયા, નેહા મહેતા, ભવ્ય ગાંધી, જેનિફર મિસ્ત્રી બંસીવાલ તેમજ પ્રિયા આહુજા જેવા કલાકારો TMKOCને અલવિદા કહી ચૂક્યા છે.
કોઈની એક્ઝિટ પર એટલી કોન્ટ્રોવર્સી નહોતી થઈ જેટલી રોશનભાભી ઉર્ફે જેનિફર વખતે થઈ હતી. તેણે આસિત મોદી પર શારીરિક શોષણ તો પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ પર માનસિક શોષણનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય તેમની સાથે કેસ પણ કર્યો હતો. જે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે અને અન્ય કોઈ અપડેટ સામે આવી નથી.SS1MS