કાર્તિક ગણેશ ચતુર્થીએ પરિવાર સાથે લાલબાગ ચા રાજાના દર્શને આવ્યો
મુંબઈ, કાર્તિક આર્યન બોલિવુડના ઊભરતા સિતારાઓ પૈકીનો એક છે. ૨૦૧૧માં તેણે ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’માંથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું ત્યારથી તેણે પાછું વળીને જાેયું નથી. કાર્તિક આર્યનની થોડા મહિના પહેલા રિલીઝ થયેલી ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા ૨’ આ વર્ષે રિલીઝ થયેલી સૌથી વધુ કમાણી કરનારી બીજી હિન્દી ફિલ્મ છે.
આ ફિલ્મમાં કાર્તિક ઉપરાંત કિયારા અડવાણી, તબ્બુ અને રાજપાલ યાદવ પણ મહત્વના રોલમાં હતા. હાલ તો કાર્તિક આ ફિલ્મની સફળતામાં રાચી રહ્યો છે. હાલ બોક્સઓફિસ પર મોટાભાગની ફિલ્મો ઊંધા માથે પછડાઈ રહી છે ત્યારે કાર્તિકની ફિલ્મે જાેરદાર કમાણી કરી હતી. ઈશ્વરનો આભાર માનવા કાર્તિક લાલબાગ ચા રાજાના દર્શને પહોંચ્યો હતો.
View this post on Instagram
આજથી એટલે કે ૩૧ ઓગસ્ટથી ગણેશોત્સવની શરૂઆત થઈ છે. દેશભરમાં ભક્તોએ પોતાના ઘરે બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરી છે. ઉપરાંત વિવિધ ગણપતિ મંદિરોમાં સવારથી જ દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા છે. એક્ટર કાર્તિક આર્યન પણ પોતાના મમ્મી-પપ્પા સાથે મુંબઈના સુપ્રસિદ્ધ ગણપતિ પંડાલ લાલબાગ ચા રાજામાં દર્શન કરવા પહોંચ્યો હતો.
કાર્તિકના પેરેન્ટ્સ મનીષ તિવારી અને માલા તિવારી ઉપરાંત તેની બહેન ક્રિતિકા તિવારી પણ લાલબાગ ચા રાજાના દર્શને આવી હતી. સફેદ રંગના કુર્તામાં કાર્તિક આર્યન હંમેશાની જેમ હેન્ડસમ લાગી રહ્યો હતો. તેણે દર્શન કર્યા બાદ લાલબાગ ચા રાજાની વિશાળ મૂર્તિ પાસે ફોટો પણ પડાવ્યો હતો. સાથે જ કાર્તિકે ત્યાં હાજર મીડિયાનું અભિવાદન પણ કર્યું હતું અને પોઝ આપ્યા હતા.
દર્શન કરીને કાર્તિક આર્યન બહાર નીકળી રહ્યો હતો ત્યારે લાઈનમાં ઊભેલા કેટલાક લોકોએ તેની સાથે સેલ્ફી પણ લીધી હતી. કાર્તિકે ફેન્સને નિરાશ કર્યા વિના તેમની સાથે ફોટો પડાવ્યો હતો. વર્કફ્રંટની વાત કરીએ તો, કાર્તિક આર્યન હવે કબીર ખાનની આગામી ફિલ્મમાં જાેવા મળવાનો છે. આ ફિલ્મને સાજિદ નડિયાદવાલા પ્રો઼ડ્યુસ કરી રહ્યા છે. જાેકે, ફિલ્મની વધુ વિગતો હજી સુધી બહાર આવી નથી.
આ ઉપરાંત કાર્તિક ફિલ્મ ‘શહેઝાદા’માં ક્રિતી સેનન સાથે જાેવા મળશે. ‘ભૂલ ભૂલૈયા ૨’ બાદ કાર્તિક કિયારા અડવાણી સાથે ફરી એકવાર જાેડી જમાવશે. બંને ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’માં જાેવા મળશે. આ સિવાય કાર્તિક પાસે હંસલ મહેતાની ફિલ્મ ‘કેપ્ટન ઈન્ડિયા’ પણ છે જેમાં તે એરફોર્સ ઓફિસરના રોલમાં જાેવા મળશે.SS1MS