પહેલી માર્ચે શુક્ર અને ગુરૂ આકાશમાં નજીક જાેવા મળશે
નવી દિલ્હી, આકાશમાં બનતી ઘટનાઓ વૈજ્ઞાનિકો અને આકાશ દર્શન કરનાર પ્રેમીઓ આશ્ચર્યચકિત થાય છે. આવી જ એક ઘટના આગામી સમયમાં જાેવા મળશે. આપણા સૌરમંડળમા પહેલો ગ્રહ બુધ છે. તેના પછી શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ વગેરે ગ્રહોનો નંબર આવે છે. આમાંથી શુક્ર અને ગુરુ આ બે ગ્રહ વૈજ્ઞાનિકોનો રોમાંચ વધારનાર છે. કારણ કે આ બન્ને ગ્રહો એકબીજાથી નજીક આવી રહ્યા છે.
આ બન્ને ગ્રહો વચ્ચેનો આ સંયોગ આગામી તા. ૧ માર્ચના રોજ થવાનો છે. નાસાના રિપોર્ટ અનુસાર અવકાશની આ એક દુર્લભ ઘટના હશે. આ ઘટના બાબતે નાસાએ તેના બ્લોગ પર માહિતી આપી છે. તે પ્રમાણે આમા કોઈ ખગોળકીય મહત્વ નથી હોતુ.આ ઘટના માત્ર જાેવા પુરતી છે, કારણ કે આવી ઘટના આપણને આશ્ચર્યચકિત કરી મુકે છે. આપણા સૌરમંડળમાં ઘણીવાર આ ગ્રહો એકબીજાથી નજીક આવતા હોય છે. કારણ કે બધા ગ્રહો સુર્યની આસપાસ ચક્કર લગાવે છે.
એક રિપોર્ટ મુજબ, આ અલૌકિક ઘટનાનો નજારો રાત્રીના સમયે આકાશમાં દેખાશે. તમે આ ઘટના પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દિશાના આકાશમાં આ નજારો જાેઈ શકશો. જાે કે આ ઘટનાને વધુ સારી રીતે જાેવા માટે દુરબીન આવશ્યક છે. આ સિવાય જ્યા પ્રદુષણ ઓછુ હશે તેમજ વધારે અંધકારવાળી જગ્યા પર તમને આ નજારો સારી રીતે જાેવા મળશે.
માહિતી મુજબ ભારતમાં આ નજારો ૨ માર્ચની સાંજે ૫ કલાકે પછી જાેવા મળશે.જાે કે ૧ અને ૨ માર્ચ આ બન્ને તારીખો મહત્વ પુર્ણ છે. આ દરમ્યાન ચંદ્ર પણ આની પાસે જાેવા મળશે. હમણાં થોડા દિવસ પહેલા જ આવો જ એક નજારો જાેવા મળ્યો હતો. SS2.PG