રવિવારની રાતે અમદાવાદ ડાયરા-ગીત સંગીતના કાર્યક્રમથી ‘રામમય’ બનશે
જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વસ્ત્રાપુરના વસ્ત્રાપુર તળાવના શહીદ ચોક અને શીલજ ગામ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યા છે. આમ પશ્ચિમ ઝોનના કુલ છ સ્થળોએ ધર્મપ્રેમી જનતા સાંસ્કૃતિક કાર્યક્રમની મોજ માણી શકશે.
મ્યુનિસિપલ સત્તાધીશોએ ઝોન દીઠ બે મળી કુલ ૧૪ સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું
(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાધીશોએ આગામી સોમવાર એટલે કે ૨૨ જાન્યુઆરીએ બપોરે ૧૨.૨૦ કલાકના અભિજિત મુહૂર્તમાં અયોધ્યા ખાતે શ્રી રામલલ્લાની પાવન પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે અમદાવાદમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોના આયોજન હાથ ધર્યાં છે.શહેરની તમામ સરકારી બિલ્ડીંગ, બ્રિજ સહિતના જાહેર સ્થળોએ ૨૨ જાન્યુરીની રાતે લોકોરોશનીનો ઝગમગાટ નિહાળી શકશે અને તે દિવસે અમદાવાદમાં સ્વયંભૂ દિવાળી જેવો માહોલ થવાનો છે.
ઉપરાંત શાસકોએ શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની આગલી રાતે સમગ્ર અમદાવાદમાં ઠેર ઠેર ડાયરા અને ગીત સંગીતનાકાર્યક્રમોનું આયોજન ઘડી કાઢી નાગરિકોને રામરસમાં તરબોળ કરી દેવાની દિશામાં કવાયત આરંભી છે.
શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શહેરના તમામ ઝોનમાં ૨૧ જાન્યુઆરી, રવિવારની રાતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે તેવી જાહેરાત અગાઉ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કરી હતી. શહેરમાં સાત ઝોન હોવાથી દરેક ઝોનાં બે બે સ્થળોએ લોકોને ભગવાન શ્રીરામના ભક્તિરસથી તરબોળ કરી દેવા સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના છે. જે રાતના ૮.૦૦ વાગ્યાથી મોડી રાતના ૧૨.૦૦ વાગ્યા સુધી ચાલશે.
આઅંગે વધુ વિગતો આપતાં મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી જણાવે છે કે, પશ્ચિમ ઝોનમાં ચાંદલોડિયા ગામ અને વાસણાના ગુપ્તાનગર ખાતે ડાયરો અને ગીતસંગીતના કાર્યક્રમની રમઝટ બોલશે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગોતાની વસંતનગર ટાઉનશિપ અને ઘાટલોડિયાના સમર્પણ ટાવર પાસેના આરસીસી રોડ ખાતે યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ લોકો આનંદ લઈ શકશે.
જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વસ્ત્રાપુરના વસ્ત્રાપુર તળાવના શહીદ ચોક અને શીલજ ગામ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યા છે. આમ પશ્ચિમ ઝોનના કુલ છ સ્થળોએ ધર્મપ્રેમી જનતા સાંસ્કૃતિક કાર્યક્રમની મોજ માણી શકશે.
જ્યારે મધ્ય ઝોનના અસારવાના રામેશ્વર મંદિર, શાહપુરની હલીમની ખડકી અને રાયપુર ચકલાના ચકલેશ્વર મહાદેવ પાસે, ઉત્તર ઝોનમાં નરોડા ગામ અને ઠક્કરબાપાનગરની કીર્તિ ડેરી પાસે, પૂર્વ ઝોનમાં બાપુનગરના હરિભાઈ ગોદાણીના દવાખાના પાસે અને ૧૩૨ પૂટ રોડ પર આવેલી અમરાઈવાડી પોસ્ટ ઓફિસ પાસે તેમજ દક્ષિણ ઝોનમાં ઈસનપુરના મંગલેશ્વર મહાદેવ પાસે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શાસકોએ ૨૨ જાન્યુરીએ શહેરના તમામ ૧૨૬ એલઈડી સ્ક્રીન પર પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ કરવાનો પણ નિર્ણય કર્યાે છે.