Western Times News

Gujarati News

૧૧મા દિવસે કમાણીમાં નીકળ્યો ટાઈગર-૩નો દમ

મુંબઈ, બોલિવૂડ સુપરસ્ટાર એક્ટર સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર ૩’એ શરૂઆતમાં બોક્સ ઓફિસ પર ખૂબ સારું કલેક્શન કર્યું હતું. પરંતુ હવે તેની કમાણી સતત ઘટી રહી છે. હાલમાં જ ફિલ્મના ૧૧મા દિવસનું કલેક્શન સામે આવ્યું છે. જે તદ્દન નિરાશાજનક છે. ચાલો જાણીએ કે ફિલ્મે રિલીઝના બીજા બુધવારે એટલે કે ૧૧માં દિવસે કેટલી કમાણી કરી છે.

સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર ૩’ નો ક્રેઝ ધીમે ધીમે ફેન્સમાં ઓછો થઈ રહ્યો છે. ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન આ વાતની સાક્ષી પૂરે છે. ટાઈગર ૩ રિલીઝ થયાને ૧૧ દિવસ થઈ ગયા છે. ફિલ્મે ૧૧માં દિવસે માત્ર ૩.૯૯ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ કમાણી સલમાન અને તેના ચાહકો માટે મોટો ઝટકો છે. આ કલેક્શન પછી ફિલ્મનું કુલ કલેક્શન માત્ર ૨૪૭.૯૪ થયું છે. જ્યારે ફિલ્મનું બજેટ ૩૦૦ કરોડ રૂપિયા હતું. ફિલ્મની વાત કરીએ તો આ વખતે ફિલ્મ ટાઈગરમાં એટલે કે સલમાન ખાન પોતાની અંગત લડાઈ લડતો જાેવા મળી રહ્યો છે.

આ ફિલ્મમાં તેની સાથે કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી પણ મજબૂત ભૂમિકામાં છે. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી વિલનની ભૂમિકામાં છે. ટાઈગર ૩ના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે પહેલા દિવસે ૪૪.૫૦ કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું હતું. બીજા દિવસે આ આંકડા વધીને ૫૯.૨૫ થઈ ગયા. ફિલ્મે ત્રીજા દિવસે ૪૪.૩૦ રૂપિયા, ચોથા દિવસે ૨૧.૧ કરોડ રૂપિયા અને પાંચમા દિવસે ૧૮.૫ કરોડ રૂપિયા, છઠ્ઠા દિવસે ૧૩.૨૫ રૂપિયા, સાતમા દિવસે ૧૮.૫ રૂપિયા, આઠમાં દિવસે ૧૦.૫ રૂપિયા, ૭.૩૫ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

નવમા દિવસે અને દસમા દિવસે રૂ. ૬.૫ કરોડ. જાેકે આ ફિલ્મ વર્લ્ડવાઈડ કલેક્શનમાં સારો બિઝનેસ કરી રહી છે. આ ફિલ્મે માત્ર ૧૦ દિવસમાં ૪૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.