Western Times News

Gujarati News

દર્દીને સોમવારના દિવસે સૌથી વધુ હાર્ટ અટેક આવે છે

નવી દિલ્હી, અઠવાડિયામાં સાત દિવસ હોય છે જેમાંથી એક દિવસે વૈજ્ઞાનિકોએ સૌથી જાેખમી ગણાવ્યો છે. સંશોધનના આધારે નિષ્ણાતોનું માનવું છે કે, આ દિવસે જ સૌથી ઘાતક હૃદયરોગનો હુમલો આવે છે, જેનાથી બચવું લગભગ અશક્ય બને છે. હાર્ટ અટેકથી બચવા માટે તમે ૭ કામ કરી શકો છો, જેની માહિતી અહીં આપવામાં આવી છે. માન્ચેસ્ટરમાં બ્રિટિશ કાર્ડિયોવેસ્ક્યૂલર સોસાયટી કોન્ફરન્સમાં એક રિસર્ચના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.

આ શોધ બેલફાસ્ટ હેલ્થ એન્ડ સોશિયલ કૅર ટ્રસ્ટ અને રૉયલ કોલેજ ઓફ સર્જનના ડોક્ટર્સે મળીને કરી છે. જે માટે લગભગ ૨૦,૦૦૦થી વધુ દર્દીઓ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. નિષ્ણાતો અનુસાર, દર્દીને સોમવારના દિવસે સૌથી વધુ એસટીઇએમઆઇ હાર્ટ અટેક આવે છે. જે સૌથ ઘાતક અને જીવલેણ હુમલામાંથી એક છે. તેને ST-segment elevation myocardial infarction (STEMI) કહેવામાં આવે છે, જેમાં મુખ્ય ધમની સંપૂર્ણ રીતે બ્લોક થઇ જાય છે અને હૃદયને ઓક્સિજન અને લોહી નથી મળતું.

રિસર્ચના મુખ્ય સંશોધનકર્તા કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર જેક અનુસાર, તેની પાછળનું ચોક્કસ કારણ તો જાણવા નથી મળ્યું પરંતુ કેટલાંક હોર્મોન્સ જીવલેણ હુમલા માટે જવાબદાર હોઇ શકે છે. જે સર્કાડિયન રિધમથી પ્રભાવિત થઇને હાર્ટ અટેક અથવા સ્ટ્રોકનું કારણ બની શકે છે. ડોક્ટર જેક અનુસાર, આ ઘાતક અટેકની પાછળ તણાવ કારણ બની શકે છે. જે ઓફિસ અથવા કામ પર પરત ફરવાનો સ્ટ્રોસ સોમવારે વધી જાય છે.

જે કોર્ટિસોલ હોર્મોન્સ એટલે કે તણાવમાં વધારો કરે છે પરિણામે વ્યક્તિને જીવલેણ હાર્ટ અટેક આવી શકે છે. સામાન્ય હાર્ટ અટેક રક્તવાહિનીઓને અડધી અથવા થોડી બ્લોક થવાના કારણે આવે છે. પરંતુ STEMIમાં કોરોનરી આર્ટરી સંપૂર્ણ રીતે બંધ થઇ જાય છે. હૃદયની માસપેશીઓ મૃત થઇ જાય છે.

તમાકુનું સેવન, સ્મોકિંગ, ડાયાબિટીસ, હાઇ કોલેસ્ટ્રોલ, આલ્કોહોલ અથવા કેટલાંક ડ્રગ્સના કારણે આ હૃદયરોગનો હુમલો ઘાતક બની શકે છે. STEMIના લક્ષણો પણ નોર્મલ હાર્ટ અટેકના સંકેતોની માફક જ હોય છે. દર્દીને છાતીમાં દુઃખાવો, શ્વાસ ફૂલાઇ જવા, ઉલટી ઉબકાં, ચિંતા, પરસેવો, ચક્કર આવવા અને જડબા તેમજ ખભામાં દુઃખાવો થઇ શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.