આઠમ પર રાજ કુન્દ્રાએ પગ ધોઈને કરી દીકરીની પૂજા
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી દર વર્ષે પોતાના ઘરે અષ્ટમીના દિવસે કન્યા પૂજન કરે છે. આઠમે કુંવારી કન્યાઓની પૂજા કરીને તેમને ભોજન કરાવવાનું મહાત્મ્ય રહેલું છે. શિલ્પા શેટ્ટીએ આ વખતે પણ તેના ઘરે યોજાયેલી કન્યા પૂજાનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. એક વિડીયોમાં શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા દીકરી સમિષાના પગ ધોઈને તેની પૂજા કરતો જાેવા મળી રહ્યો છે.
જ્યારે બીજા વિડીયોમાં શિલ્પા શેટ્ટી સમિષાને ભોજન કરાવી રહી છે અને તેની બાજુમાં બીજી નાની-નાની બાળકીઓ બેઠેલી જાેવા મળે છે.
શિલ્પા શેટ્ટીએ શેર કરેલા વિડીયોમાં જાેઈ શકાય છે કે, રાજ કુંદ્રાએ દીકરીના પગ ધોવાથી શરૂઆત કરી. જે બાદ રાજે સમિષાના પગ પર તિલક કર્યું, અક્ષત ચઢાવ્યા અને ફૂલ મૂક્યા હતા. જે બાદ તેણે સમિષાની આરતી ઉતારી હતી અને તેના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા.
સમિષા પણ પપ્પાના માથે હાથ મૂકીને આશીર્વાદ આપતી જાેવા મળે છે. સમિષા ગોગલ્સ પહેરીને બેઠેલી જાેવા મળી રહી છે. પૂજા પૂરી થયા પછી શિલ્પા શેટ્ટી જય માતા દી બોલે છે ત્યારે સમિષા પણ તેની સાથે જય માતા દી કહે છે. પેસ્ટલ ગ્રીન રંગના શરારા સેટમાં નાનકડી સમિષા એકદમ ક્યૂટ લાગી રહી છે.
આ વિડીયો શેર કરતાં શિલ્પાએ લખ્યું, “અમારા ઘરની મહાગૌરી સાથે કંચિકા પૂજન (તેના સનગ્લાસિસ જાેવાનું ભૂલતા નહીં.) તમને સૌને અને મારા ઈન્સ્ટા ફેમને તેમજ બધી જ નાનકડી લક્ષ્મીઓને હેપી અષ્ટમી.” નાનકડી સમિષાનો આ વિડીયો ફેન્સની સાથે સેલેબ્સને પણ ખૂબ પસંદ આવી રહ્યો છે. કોરિયોગ્રાફર ફરાહ ખાને કોમેન્ટ કરતાં લખ્યું, “તેણીને આમાં મજા આવી રહી છે.” અભિમન્યુ દાસાનીએ લખ્યું, ‘વહાલી લાગે તેવી છે.’ રોહિત બોઝ રોયે પણ સમિષાને ક્યૂટ ગણાવી છે.SS1MS