ચોથા દિવસે ભારતે ૨૫ મીટર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં જીત્યો ગોલ્ડ મેડલ
હાંગઝોઉ, ભારતને ૨૫ મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. મનુ ભાકર, ઈશા સિંહ અને રિધમ સાંગવાનની ટીમે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. બુધવારે શૂટિંગમાં ભારતનો આ બીજાે મેડલ છે. હવે ભારતના હિસ્સામાં ૪ ગોલ્ડ મેડલ આવી ગયા છે. જાે શૂટિંગમાં ભારતનું શાનદાર પ્રદર્શન ચાલુ રહેશે તો મેડલ ટેબલમાં ટોપ ૫ સુધીની સફર મુશ્કેલ રહેશે નહી. ભારતીય શૂટિંગ ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતે ૫૦ મીટર ૩ઁ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે.
સિફ્ટ કુમાર સામરા, આશિ ચોકસી અને માનિની કૌશિકની ટીમ ચીનની જિયા સિયુ, હાન જિયાયુ અને ઝાંગ ક્વિઓંગ્યુને પાછળ છોડીને બીજા ક્રમે રહી હતી. ભારતીય ટીમે હાંગઝોઉમાં યોજાયેલા એશિયન ગેમ્સ ૨૦૨૩માં શાનદાર શરૂઆત કરી છે. ભારતે પહેલો મેડલ ૨૪ સપ્ટેમ્બરે જીત્યો હતો અને ત્યારબાદ સતત મેડલ આવી રહ્યા છે.
ભારતની ઝોળીમાં વધુ એક ગોલ્ડ મેડલ આવ્યો છે. ભારતે શરૂઆતના ત્રણ દિવસમાં ૧૪ મેડલ જીત્યા જ્યારે ચોથા દિવસે સિલ્વર મેડલ બાદ હવે ગોલ્ડ મેડલ પણ મળ્યો છે.
૧૯માં એશિયન ગેમ્સના ચોથા દિવસે ભારતને પહેલો મેડલ ૫૦ મીટર રાઈફલ ઈવેન્ટમાં મળ્યો છે. ૫૦ મીટર રાઈફલ ૩ પોઝીશન મહિલા ટીમ સ્પર્ધામાં ૧૭૫૪ અંકની સાથે ભારતે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. ભારતીય ટીમમાં આશી ચોક્સે, માનિની કૌશિક, અને સિફ્ત કૌર સમરા સામેલ હતા.
ભારતે અત્યાર સુધીમાં કુલ ૧૬ મેડલ જીત્યા છે જેમાં ગોલ્ડ મેડલની સંખ્યા હવે ૪ થઈ ગઈ છે.
• અર્જૂન લાલ જાટ અને અરવિંદ સિંહ મેન્સ લાઈટવેટ ડબલ સ્કલ્સ (રોઈંગ)- સિલ્વર મેડલ
• બાબુ લાલ અને લેખ રામ, મેન્સ કોક્સલેસ ડબલ્સ (રોઈંગ) – બ્રોન્ઝ મેડલ
• મેન્સ કોક્સ્ડ ૮ ટીમ (રોઈંગ)- સિલ્વર મેડલ
• રમિતા જિંદાલ- વુમન્સ ૧૦ મીટર એર રાઈફલ (શુટિંગ)- બ્રોન્ઝ મેડલ
• એશ્વર્ય તોમર, રુદ્રાંક્ષ પાટિલ અને દિવ્યાંશ પવાર, ૧૦ મીટર એર રાયફલ ટીમ ઈવેન્ટ (શુટિંગ)- ગોલ્ડ મેડલ
• આશીષ, ભીમ સિંહ, જસવિંદર સિંહ અને પુનિતકુમાર- મેન્સ કોક્સલેસ ૪ (રોઈંગ)- બ્રોન્ઝ મેડલ
• પરમિંદર સિંહ, સતનામ સિંહ, ઝકાર ખાન, અને સુખમીત સિંહ- મેન્સ ક્વોડ્રપલ સ્કલ્સ (રોઈંગ)- બ્રોન્ઝ મેડલ
• એશ્વર્ય પ્રતાપ સિંહ તોમર- મેન્સ ૧૦ મીટર એર રાઈફલ (શુટિંગ)- બ્રોન્ઝ મેડલ
• અનીશ, વિજયવીર સિદ્ધુ અને આદર્શ સિંહ- મેન્સ ૨૫ મીટર રેપિડ ફાયર પિસ્તોલ (શુટિંગ)- બ્રોન્ઝ મેડલ
• મહિલા ક્રિકેટ ટીમ – ગોલ્ડ મેડલ
• નેહા ઠાકુર સેલિંગ (ડિંગી- ૈંન્ઝ્રછ૪ ઈવેન્ટ) સિલ્વર મેડલ
• ઈબાદ અલી સેલિંગ (ઇજીઃઠ)- બ્રોન્ઝ મેડલ
• ઘોડેસવારીમાં ભારતે ડ્રેસેજ ટીમ ઈવેન્ટ (દિવ્યકીર્તિ સિંહ, હ્રદય વિપુલ છેડ અને અનુશ અગ્રવાલ, સુદીપ્તિ હઝેલા)- ગોલ્ડ મેડલ
• સિફ્ત સમરા, આશી ચોક્સે અને માનિની કૌશિક ( ૫૦ મીટર રાઈફલ ૩પી ટીમ સ્પર્ધા)- સિલ્વર મેડલ.SS1MS