CM ભૂપેન્દ્ર પટેલના ૬રમા જન્મદિવસ નિમિત્તે શહેરમાં ૬ર હજાર રોપાનું વાવતેર કરાયું
ચાંદલોડિયા ખાતે મેયરે વૃક્ષારોપણ કર્યું ઃ સરદારનગર, વસ્ત્રાલ, જોધપુર, સાબરમતી, બહેરામપુરામાં પણ કાર્યક્રમ યોજાયો
(એજન્સી)અમદાવાદ, આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો ૬રમો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. આ પ્રસંગે આજે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા મિશન થ્રી મિલિયન ટ્રી અંતર્ગત શહેરમાં ૬ર હજાર રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું.
શહેરના મેયર પ્રતિભા જૈનના હસ્તે સવારના ૯ઃ૩૦ વાગ્યે ચાંદલોડિયાના આઈસીબી સિટીની સામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જિતેન્દ્ર પટેલ મુખ્ય મહેમાનપદે, ડેપ્યુટી મેયર જતીન પટેલ અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી આમંત્રિતપદે ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિહિર પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
બહેરામપુરાની ડમ્પ સાઈટ સામેના ગ્યાસુપર એગ્રો ફોરેસ્ટ્રી-૧ ખાતે સંસદ સભ્ય દિનેશ મકવાણાએ વૃક્ષારોપણ કર્યું હતું. મુખ્ય મહેમાન પદે ધારાસભ્ય અમૂલ બી.ભટ્ટ, શાસક પક્ષના દંડક શીતલ ડાગા અને હેલ્થ કમિટીના ચેરમેન જશુભાઈ ઠાકોર આમંત્રિત પદે હાજર રહ્યા હતા. ઉપરાંત દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીક અને તેમની ટીમના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
જ્યારે સાબરમતીના પીપલેશ્વર મહાદેવ મંદિર સામેના જૂના બજાર પાસે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ધારાસભ્યો અમિત પી.શાહ અને કૌશિક જૈન ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિતપદે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન ડૉ.સુજય મહેતા, રોડ અને બિલ્ડીંગ મટીના ચેરમેન જયેશ પટેલ, ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રીતિશ મહેતા હાજર રહ્યા હતા. પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમૃતેશ ઔરંગાબાદકર પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના સહકાર રાજ્યપ્રધાન જયદીશ વિશ્વકર્માએ વસ્ત્રાલયના તિરૂપતિ આકૃતિ એસ્ટેટ સામેના મ્યુનિપલ પ્લોટમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યો બાબુસિંહ જાદવ, ડૉ.હસમુખ પટેલ મુખ્ય મહેમાનપદે, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ, રેવન્યુ કમિટીના ચેરમેન અનિરૂદ્ધસિંહ જે.ઝાલા, હાઉસિંગ કમિટીના ચેરમેન મુકેશ પટેલ, મટીરીયલ કમિટીના ચેરમેન બલદેવ પટેલ આમંત્રિતપદે ઉપસ્થિત રહ્યા હતા
તેમજ પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વી.એમ.ઠક્કર સહિતના ઉચ્ચ અધિકારીએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જોધપુરના અમી એપાર્ટમેન્ટ બાજુના પ્લોટ ખાતે ધારાસભ્ય અમિત ઠાકરે વૃક્ષારોપણ કર્યું હતું. આ સ્થળે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન ધરમશી દેસાઈ, રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી, વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગડિયા આમંત્રિતપદે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત દક્ષિણ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિરાંત પરીખ વગેરે ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
જ્યારે સરદારનગરના નાના ચિલોડા અમન હાઈટ્સ સામે સંસદ સભ્ય હસમુખ પટેલ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડૉ.પાયલ કુકરાણી, દિનેશસિંહ કુશવાહ, કંચન રાદડિયા, દર્શના વાઘેલા મુખ્ય મહેમાનપદે અને મહિલા તેમજ બાળવિકાસ કલ્યાણ કમિટીના ચેરપર્સન અલ્કા મિસ્ત્રી, લીગલ કમિટીના ચેરમેન પ્રકાર ગુર્જર, હોસ્પિટલ કમિટીના ચેરમેન ભરત કાકડિયા આમંત્રિતપદે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉત્તર ઝોનના ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામા પણ ઉપસ્થિત રહ્યા હતા.