દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો અને સાથે અશ્વ પૂજન પણ કરાયું
(પ્રતિનિધિ)બાયડ, બાયડ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાના પવિત્ર તહેવાર નિમિતે શસ્ત્ર પૂજન કાર્યક્રમ નું આયોજન કરાયું.આ પ્રસંગે ક્ષત્રિય સમાજના શાસ્ત્રોક વિધિ મુજબ શસ્ત્રોનુ પૂજન કરાયું તેમજ અશ્વ પૂજન કરાયુ.
બાયડ તાલુકાના તમામ ક્ષત્રિય.
સમાજ દ્વારા સરકારી કોલેજ થી શહેર વિસ્તારમાં શોર્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું.જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ ના આગેવાનો માથે સાફો અને હાથમાં તલવાર,બંદૂક લઈ રેલીમાં જાેડાયા હતા અને સાથે સાથે તમામ સામાજિક સંગઠનો પણ જાેડાયા તેમાં સામાજિક આગેવાન ઠાકોર સેના ના ઉપપ્રમુખ અને બાયડ નાં પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાથે ભાજપા પ્રમુખ માનસિંહ, કોંગ્રેસ પ્રમુખ અશોકસિંહ વગેરે ભાજપા કોંગ્રેસ અને સામાજિક આગેવાનો જાેડાયા આ ક્ષત્રિય સમાજ ની શોયૅરેલી હજારો બાઈક સાથે વાત્રક કોલેજ થી નીકળી બાયડ બસ સ્ટેશન થઈ બાયડ પોલીસ સ્ટેશન સુધી પહોંચીને રેલીને સંપન્ન કરી હતી આ રેલી દરમિયાન હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજનુ યુવા ધન ઉમટી પડ્યું હતું