કર્ણાવતી મહાનગર ભાજપ કાર્યાલય ખાતે ગણેશ સ્થાપના કરવામાં આવી
શહેર અધ્યક્ષશ્રી અમિતભાઈ પી. શાહે શ્રી ગણેશજીનું પૂજન અર્ચન કરીને મહાનગરના સૌ નાગરીકોના વિધ્નો વિઘ્નહર્તાશ્રી ગણેશ હરી લે તેવી પ્રાર્થના કરી.
દરરોજ વિવિધ વિધાનસભાના પદાધિકારીશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ પૂજન અર્ચન કરી ગણપતિ બાપાની સામુહિક આરતી કરશે.
કર્ણાવતી મહાનગર મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે ગણેશ મહોત્સવ નિમિત્તે કર્ણાવતી
મહાનગર ભાજપ કાર્યાલય જે. પી.ચોક, ખાનપુર ખાતે મહાનગરના અધ્યક્ષશ્રી અમિતભાઈ પી. શાહના વરદ હસ્તે ગણેશ
સ્થાપના કરવામાં આવી હતી.
આ પ્રસંગે શહેર અધ્યક્ષશ્રી અમિતભાઈ પી. શાહે શ્રી ગણેશજીનું પૂજન અર્ચન કરીને મહાનગરના સૌ નાગરીકોના
વિધ્નો વિઘ્નહર્તાશ્રી ગણેશ હરી લે તેવી પ્રાર્થના કરી હતી. મહાનગરના સૌ નાગરીકોના સર્વે કાર્યો નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય
તેવા આર્શીવાદ ગણપતિ બાપાના હર હમેંશ સૌની ઉપર રહે તેવી અભ્યર્થના આજના આ ગણેશ ચતુર્થીના દિવસે કરી હતી.
કર્ણાવતી મહાનગર ભાજપ કાર્યાલય ખાતે સાર્વજનિક ગણેશ મહોત્સવમાં દરરોજ સવાર સાંજ વિવિધ વિધાનસભાના પદાધિકારીશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ દ્વારા પૂજન અર્ચન કરી ગણપતિ બાપાની સામુહિક આરતી કરવામાં આવશે. તા. ૪થી સપ્ટેમ્બર,૨૦૨૨ના રોજ ગણેશ વિસર્જન કરવામાં આવશે.