બાયડ તાલુકાના તેનપુર ખાતે કિસાન શહીદ દિન નિમિત્તે શહીદ વીરની ખાભી પર પુષ્પાંજલી અર્પણ કરાઈ
(પ્રતિનિધિ) બાયડ, ૧૯ માર્ચ ગુજરાતમા કિસાન શહીદ દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ગુજરાતમાં કિસાન સંઘ દ્વારા ૧૯૮૭ ૧૯ માર્ચ ના દિવસને કિસાન બલિદાન દિવસ તરીકે મનાવાય છે આજના દિવસે કિસાનો દ્વારા ઐતિહાસિક આંદોલન કરાયું હતું જેમાં રાજ્યના લાખો કિસાનો દ્વારા સરકાર સામે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ સફળ બનાવવા જતા આ દિવસે પ્રથમ પાંચ અને ત્યારબાદના કાર્યક્રમમાં ૧૭ જેટલા ધરતીપુત્રો શહીદ થયા હતા તેમને યાદ કરીને પ્રતિ વર્ષ ૧૯ માર્ચના દિવસે શહિદ સ્મારકો ના સ્થળ ઉપર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરાય છે આ દિવસે બાયડ ના તેનપુર ગામના ઉમેશભાઈ શાહ અને રાજુભાઈ ખેડૂત વિધાનસભા ઘેરાવ કરવા જતા હરકતમાં આવી પોલીસે રોષે ભરાઈ અંધાધુંધ ગોળીબાર કરી કિસાનપુત્રોને વિંધી નાખ્યા હતા અને તેઓ શહીદ થયા હતા તે અંતર્ગત આજે બાયડ ના તેનપુરમાં પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી જેમાં ધનસુરા, બાયડ અને કપડવંજ તાલુકાના કિસાન ભાઈઓ તેમજ તેનપુરના તમામ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રથમ શહિદ ગીત ગાઈ ને કંકુ ,ફૂલહાર ચઢાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી શહીદો તુમ અમર રહો હમ તુમ્હારે સાથ હે જેવા ગગન ચૂંબી સુત્રો પોકાર્યા હતા ત્યારબાદ તેનપુરના સરપંચ શ્રી દ્વારા અલ્પાહાર અને ચા ની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ભારે હૃદયે સૌ કિસાન ભાઈઓ છુટા પડ્યા હતા.