ગુજરાત બાર કાઉન્સિલની વેબસાઈટ લોન્ચિંગ પ્રસંગે જે. જે. પટેલનું ઉદ્બોધન !
ન્યાયતંત્રમાં પ્રજાની શ્રધ્ધા ટકી રહે તે રીતેની ભૂમિકા અદા કરવા વકીલોને અનુરોધ કરતા જે. જે. પટેલ !!
પ્રજાને અદાલતો પર ભરોસો છે ! કોઈ એક વ્યક્તિ સાથે સંઘર્ષ થાય છે ત્યારે એમ કહે છે કે, “કોર્ટમાં જોઈ લઈશ”! આ શ્રધ્ધા અખંડ રાખવાનું કામ આપણાં સૌનું છે !!
તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલના ઉપક્રમે ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરીયમમાં યોજાયેલ કાર્યક્રમની છે ! જેમાં શ્રી જે. જે. પટેલ વિસ્તૃત અને અર્થસભર પ્રવચન આપીને સમગ્ર વકીલ આલમના અને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલ લિખિત પુસ્તકનું વિમોચન કરાવીને પોતાના વિધેયાત્મક નેતૃત્વ શક્તિના અને દુરંદેશી નિર્ણય શક્તિનો પરિચય કરાવ્યો હતો ! બીજી તસ્વીરમાં ગુજરાત સરકારશ્રીના કાયદામંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ગુજરાત બાર કાઉન્સિલને પાંચ કરોડ રૂપિયાનું અનુદાન અપાવ્યા બાદ તેમની સાથે વિચાર – વિમર્શ કરતા દ્રશ્યમાન થાય છે !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
ગુજરાત બાર કાઉન્સિલને કરોડોની માતબર સહાય અપાવનાર ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલ બાર કાઉન્સિલમાં બે વાર બીનહરીફ ચેરમેન બનીને ઈતિહાસ રચી નેતૃત્વ શક્તિનો પરિચય આપ્યો છે !!
અમેરિકાના પ્રમુખ બેન્જામીન ફ્રેન્કલીને કહ્યું છે કે, ‘મૃત્યુ પામ્યા પછીય જો તમે ‘અમર’ રહેવા માંગતા હો તો એવું કાંઈક “લખી જાઓ જે વાંચવા લાયક હોય” અથવા “એવું કાંઈક કરી જાઓ જે લખવા લાયક હોય””!! ફ્રેન્ચ પ્રમુખ ચાર્લ્સ દ. ગોલેએ કહ્યું છે કે, “કિર્તિ એમને જ મળે છે જેમણે હંમેશા તેનું સ્વપ્ન જોયું હોય”!!
ગુજરાત બાર કાઉન્સિલમાં બે વાર બીનહરીફ ચેરમેન પદ પર નિયુક્ત થયેલા શ્રી જે. જે. પટેલની આ વ્યુહાત્મક નેતૃત્વ શકતિનો અને સક્ષમતાનો પરિચય છે !! અને ગુજરાત બાર કાઉન્સિલના સભ્યપદની ચૂંટણી લડ્યા વગર બાર કાઉન્સિલમાં વૈચારિક નેતૃત્વને ઉજાગર કરવું અને આ સત્તાનો ઉપયોગ સમગ્ર ગુજરાતના વકીલ આલમના હિતાર્થે કરવો આ તેમના જીવનની કાર્યશૈલીની સફળતા છે !
જેણે અનેક ઈર્ષાખોર છુપા દુશ્મનોનું સર્જન કર્યુ છે ! જેનો પડઘો ગુજરાત બાર કાઉન્સિલની વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન લોન્ચિંગ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ જોવા મળ્યો ! છતાં ગુજરત બાર કાઉન્સિલની વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન લોન્ચિંગ કાર્યક્રમની સફળતાથી સ્થાપિત હિતો હચમચી ઉઠયાનું જણાઈ આવતું હતું ! પરંતુ સફળતા એ અસફળતા છે !
ગુજરાત બાર કાઉન્સિલની વેબસાઈટ શરૂ કરવાના તથા મોબાઈલ એપ્લીકેશનના પ્રયાસની ચોમેરથી જે. જે. પટેલી પ્રસંશા મેળવી !!
ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલે ગુજરાત બાર કાઉન્સિલ આયોજીત વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન અને ગુજરાત લો-હેરલ્ડના ઉપક્રમે યોજાયેલ લોન્ચિંગ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, “આઝાદીના સમયે ૬૭ ટકા વકીલો સંસદમાં અને રાજય સભામાં નેતૃત્વ કરતાં હતાં જેમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ચાચા નહેરૂ વકીલો હતાં”!!
ગુજરાત બાર કાઉન્સિલમાં શ્રી જે. બી. પારડીવાલા, શ્રી જી. ડી. ભટ્ટ, શ્રી યોગેશભાઈ લાખાણી, શ્રી કે. જે. શેઠના જેવા ઉત્તમ કક્ષાના સભ્યો ગુજરાત બાર કાઉન્સિલમાં વકીલોનું પ્રતિનિધિત્વ કરતાં હતાં ! ગુજરાતમાંથી જસ્ટીસ શ્રી વિક્રમનાથ, ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા તરીકે એહમદી સાહેબ, શ્રીમતી બેલાબેન ત્રિવેદી, શ્રી જે. બી. પારડીવાલા જેવા અનેક ન્યાયાધીશો સુપ્રિમ કોર્ટમાં ગયા છે ! જયારે સુપ્રિમ કોર્ટમાં શ્રી તુષારભાઈ મહેતા અને શ્રી એસ. વી. રાજુ સરકારશ્રી તરફથી નેતૃત્વ કરી રહ્યા છે ! ઉલ્લેખ કરીને ન્યાય ક્ષેત્રે ગુજરાતના વકીલોના પ્રતિનિધિત્વના ઈતિહાસને શ્રી જે. જે. પટેલે આજના યુવા વકીલો સમક્ષ મુકયો હતો !!
ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલે વધુમાં જણાવ્યું હતું કે, “ગુજરાત બાર કાઉન્સિલની ટેકનોલોજી સૌથી આગળ છે”!! ગુજરાત બાર કાઉન્સિલની હાઈટેક વેબસાઈટ છે! તેમ જણાવીને તેમણે સમગ્ર વકીલ આલમને ન્યાયતંત્રની વિશ્વસનીયતા મજબુત કરવા અનુરોધ કર્યાે હતો ! કારણ કે પ્રજાને અદાલતો પર ભરોસો છે ! કોઈ એક વ્યક્તિ સાથે સંઘર્ષ થાય છે ત્યારે એમ કહે છે કે, “કોર્ટમાં જોઈ લઈશ”! આ શ્રધ્ધા અખંડ રાખવાનું કામ આપણાં સૌનું છે !! શ્રી જે. જે. પટેલે જુનીયર્સ વકીલોને આગળ વધારવા અને સક્ષમ બનાવવા પણ આ તબકકે અનુરોધ કર્યાે હતો ! ગુજરાત સરકારશ્રીને વકીલો માટે કાયદાકીય સંસ્થા રચવા જમીન ફાળવવા પણ માંગણી કરી હતી ! અત્યાર સુધીમાં ગુજરાત સરકારે કરોડોની માતબર રકમ આપી હોવાનો ઉલ્લેખ કરીને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી
અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ વકીલોને અઢી કરોડની સહાય કરી હતી ! તેની યાદ તાજી કરાવી હતી ! અને સમગ્ર ગુજરાતમાંથી માટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યાં અને હાઈકોર્ટના ન્યાયાધીશો ઉપસ્થિત રહ્યાં તેમનું સ્વાગત પણ કર્યુૃં હતું !!