નાળિયેરી પૂનમ નિમિત્તે વૈદિક મંત્રોચાર સાથે બાહ્મણોએ નવી જનોઈ ધારણ કરી

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંઘન ભાઈ અને બહેનના પ્રવિત્ર સંબંઘ દર્શાવતા તહેવારનું આ દિવસે જેટલુ મહત્વ રક્ષાનું છે એટુલ મહત્વ સુતરની જનોઈનુ હોય છે.
ત્યારે બાહ્મણો આજના દીવસે જનોઈ પણ બદતા હોય છે. આજે શ્રાવણી સુદ પૂનમના દિવસે ભરૂચ જીલ્લા તેમજ ઝઘડીયા તાલુકાના બાહ્મણોએ પોતાના શરીર પર ઘારણ કરેલી જનોઈ ઉતારી નવી જનોઈ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ઘારણ કરી હતી.
ભરૂચમાં ઠેર ઠેર તો ભાલોદ ગામના બ્રાહ્મણોઓએ પણ શ્રાવણી પૂનમના દિવસે શાસ્ત્રોક્ત વિઘી પ્રમાણે સામૂહીક યજ્ઞોપવિત ઘારણ કર્યા હતા.
ઝઘડિયાના ભાલોદ ગામે આવેલી બહ્મ સમાજની વાડીમાં ગુરુજનો તેમજ ભાલોદ ગામના બ્રાહ્મણોએ વેદ પરંપરાનુ રક્ષણ કરતા સમૂહમાં જનોઈ બદલવાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
જેમા ૨૫ થી વઘુ બ્રાહ્મણોએ ભાગ લીઘો હતો.જેમા ભાલોદ ગામમાં રહેતા ભૂદેવોએ સાવારથી બહ્મસમાજની વાડીમાં સમૂહમાં જનોઈ બદલવાની ઘાર્મીક વિઘી માં જાેડાયા હતા અને વૈદિક મંત્રોચાર ગાયત્રી મંત્ર સાથે નવી જનોઈ ઘારણ કરી હતી.