Western Times News

Gujarati News

નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તેઃ ભરૂચ જીલ્લાની વિવિધ શાળાઓની ૧૪૦૦ વિદ્યાર્થીઓના હિમોગ્લોબીન ટેસ્ટ કરવામાં આવ્યા

(પ્રતિનિધિ) ભરૂચ, ગત ૧૭ મી સપ્ટેમ્બરના રોજ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો એક સપ્તાહ સુધીના આયોજન કરવામાં આવ્યા છે.તેના ભાગરૂપે ભરૂચ જીલ્લા ભાજપ મહિલા મોરચા અને ડૉકટર સેલના સહયોગથી ૧૪૦૦ જેટલી વિદ્યાર્થીઓના હિમોગ્લોબીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને ફ્રીમાં દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો એક સપ્તાહ સુધીના આયોજન કરવામાં આવ્યા છે.ત્યારે ભરૂચ જીલ્લા ભાજપ મહિલા મોરચા અને ડૉકટર સેલના સહયોગ થી તમામ તાલુકાઓમાં કેમ્પો નું આયોજન કરવામાં આવ્યું હતુ.જેના ભાગરૂપે ભરૂચની પ્રિગ્રેસિવ હાઈસ્કુલ અને શબરી સ્કૂલમાં કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં વિદ્યાર્થીઓના હિમોગ્લોબીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને ફ્રીમાં દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચ ભાજપ મહિલા મોરચા ના જીલ્લા પ્રમુખ કામિનીબેન પંચાલ,પાલિકાનાં પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાલા,પવડીના ચેરમેન હેમુબેન પટેલ,શહેર મહિલા પ્રમુખ અંબાબેન પરીખ,શહેર મહામંત્રી હિતાક્ષી પટેલ,શાળાના આચાર્ય સહિત વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી હતી.

તો અંકલેશ્વર નોટીફાઈડ અને શહેર દ્વારા પણ કાર્યક્રમ યોજાતા એ.આઈ.એના પ્રમુખ જશુભાઈ ચૌધરી સહિત મહિલા મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઝઘડિયાની દિવાન ધનજી શાહ હાઈસ્કુલ ખાતે શાળાની વિદ્યાર્થીઓના હિમોગ્લોબીન ટેસ્ટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.હાઈસ્કૂલની ૧૦૦ જેટલી દીકરીઓના હિમોગ્લોબીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ભરૂચ જીલ્લા ભાજપના મંત્રી વંદનાબેન ઝનોરા, ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ રીનાબેન વસાવા,મહિલા મોરચાના મંત્રી નીલાબેન શાહ,પ્રમુખ ઈન્દુબેન ચાવડા,નસરીન બેન તથા ઝઘડિયા ગ્રામ પંચાયતના ઉપસરપંચ વિનોદભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

તો વાલીયા તાલુકાના ડહેલી ખાતેની શાળામાં પણ કાર્યક્રમ યોજાતા મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી હતી. નેત્રંગ તાલુકાના ચાસવડની કસ્તુર બા આશ્રમ શાળામાં હિમોગ્લોબીન નો કેમ્પ રાખવામાં આવ્યો હતો તેમાં સરલાબેન,પલ્લવીબેન અને જીલ્લા પંચાયતના સદસ્ય વર્ષાબેન દેશમુખ તથા ઉર્મિલાબેન વસાવા,સરોજબેન વસાવા,ચંચળબેન વસાવા, રંજનબેન વસાવા,ડો.જયદીપસિંહ ચાવડા, ડો.છાયાબેન વસાવા,લેબ ટેક્નિસયન શ્રીકાંત ચૌધરી હાજરી આપી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.