પ્રધાનમંત્રી જન્મદિન તથા સેવા સપ્તાહ નિમિત્તે વિજયનગરમાં વિવિધ સંસ્થાઓ-સંગઠનો દ્વારા વરદાન હોસ્પિટલ ખાતે મહા રક્તદાન શિબિર યોજાઈ
(પ્રતિનિધિ)મોડાસા, વિજયનગરમાં પ્રધાનમંત્રી જન્મદિન તથા સેવા સપ્તાહ નિમિત્તે વિવિધ સંસ્થાઓ-સંગઠનો દ્વારા વરદાન હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી. જેમાં સવારના ૯ થી બપોરના એક દરમિયાન રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.
ભાજપા વિજયનગર મંડલ,આદિવાસી ડુંગરી ગરસિયા જનરલ પંચ,જૈન સોશિયલ ગૃપ વિજયનગર, યુવા મોરચો, વેપારી,ડૉક્ટર્સ,અનાજ કરીયાણા વેપારી ઍસો., વિવિધ સમાજાે જેવા કે ચામુંડા વિશ્વકર્મા પંચાલ, સોળેશી પરગણા સમાજ, આંજણા પટેલ સમાજ, દરજી સમાજ, વેગડા કલાલ સમાજ, સમસ્ત ભાટીયા સમાજ, બાવીસ પરગણા રોહિત સમાજ,માધ્યમિક કેળવણી મંડળ વિજયનગર, આઈ.ટી.આઈ.
વિજયનગર,રાજપુર કેળવણી મંડળ અને સમસ્ત વિજયનગર ગ્રામજનો. દ્વારા એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતું.જેમાં ૭૨ બોટલ રક્ત એકત્ર થયું. આ કેમ્પમાં મંડલ પ્રમુખ મયુર ભાઇ શાહ મહામંત્રી જયંતીભાઇ, કનુભાઈ પટેલ, વિધાનસભા પ્રભારી ગજેન્દ્ર સક્સેના, તાલુકા પ્રમુખ દિપકભાઈ નિનામા, જિલ્લા સદસ્ય અરવિંદ પટેલ, જિલ્લા સદસ્ય લીનાબેન નિનામા, યુવા મહામંત્રી ચિન્ટુ બારા તથા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વિજયનગર તાલુકા સંયોજક ભરતદાન ગઢવી વગેરે પણ હાજર રહીને રક્તદાન કર્યું હતું.