મુખ્તારના પુત્રની અરજી પર સુપ્રીમે કહ્યું, અમે તેને પરત લાવી શકીએ નહીં…’
નવી દિલ્હી, સોમવારે સુપ્રીમ કોર્ટમાં મુખ્તાર અંસારીના પુત્ર ઓમર અંસારીની અરજી પર સુનાવણી થઈ હતી. આ અરજીમાં તેણે પિતા જેલમાં હતા ત્યારે તેમની સુરક્ષાને લઈને સવાલો ઉઠાવ્યા છે. તેમની અરજી પર સુપ્રીમ કોર્ટમાં હૃષિકેશ રોય અને એસવીએન ભાટીની ખંડપીઠે સુનાવણી કરી હતી.
વાસ્તવમાં સોમવારે મુખ્તારના પુત્રએ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે તેના પિતાને આપવામાં આવતા ભોજનમાં ઝેર હતું. આ સિવાય ધરપકડ દરમિયાન જેલમાં તેનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું ન હતું. જેના કારણે તેનું (મુખ્તાર અંસારી) ૨૮ માર્ચે બાંદા હોસ્પિટલમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.
આ કેસની સુનાવણી દરમિયાન ઓમર અંસારીના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે અમે લોકો જેના પર શંકા કરી રહ્યા હતા. આખરે એવું જ થયું. આ કેસની સુનાવણી કરતી બેન્ચે સિબ્બલને કહ્યું કે તમે સારી રીતે જાણો છો કે અમે તેમને કોઈપણ સંજોગોમાં પાછા લાવી શકીએ નહીં.આ પછી સિબ્બલે કહ્યું કે આ દેશમાં લોકો સાથે આવો વ્યવહાર ન થઈ શકે અને દેશમાં કોઈની સાથે આવું વર્તન કરવું યોગ્ય નથી.
સિબ્બલે વધુમાં કહ્યું કે અરજદારે આરોપ લગાવ્યો છે કે તેના પિતાને જેલમાં ભોજનની સાથે ઝેર આપવામાં આવી રહ્યું છે.બેન્ચે આ કેસની સુનાવણી કરતી વખતે એક નોટિસ જારી કરી છે, જેમાં તેણે કહ્યું છે કે ઉત્તર પ્રદેશ સરકાર વતી કોર્ટમાં હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ કેએમ નટરાજ આ અંગે જવાબ દાખલ કરી શકે છે.
તેને જવાબ આપવા માટે ચાર અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.અગાઉ, ૧૬ જાન્યુઆરીએ અરજીની સુનાવણી કરતી વખતે, સર્વાેચ્ચ અદાલતે રાજ્ય સત્તાવાળાઓને તમામ સુરક્ષા વ્યવસ્થા ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો હતો. જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે મુખ્તાર અંસારીની સુરક્ષામાં કોઈ ખામી ન રહી જાય.
જે બાદ ઉમર અંસારીએ સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરી હતી કે તેમના પિતાને ઉત્તર પ્રદેશની બહારની કોઈપણ જેલમાં રાખવામાં આવે.અરજીમાં કહેવામાં આવ્યું હતું કે મુખ્તાર અંસારીની રાજકીય પૃષ્ઠભૂમિના કારણે તેના પર અનેકવાર હુમલા થયા હતા. આ પહેલા પણ મુખ્તાર અંસારીને મારવા માટે પાંચ વખત હુમલો કરવામાં આવ્યો હતો.SS1MS