વિરપુરથી ભાટપુર તરફ જતા માર્ગ પર ખાડાઓથી પ્રજા ત્રાહિમામ
(પ્રતિનિધિ) વિરપુર, વિરપુરથી ભાટપુર રસ્તા ઉપરથી પસાર થઇ ધોરાવાડા સાલૈયા વઘાસ અને ઉભરાણ રોડ ઉપર જતાં વાહન ચાલકો કમરતોડ ખાડાઓથી ભારે હાલાકી વેઠવી પડી રહી છે આ માર્ગ પર દિવસભર હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોવા છતાં તંત્ર દ્વારા આ માર્ગની મરામત કરવામાં આવતી નથી ત્યારે કમરતોડ રસ્તાઓથી ક્યારે છુટકારો મળશે તેવી આશા સાથે લોકો જીવી રહ્યા છે વિરપુર થી ભાટપુર જતા માર્ગ પર અંદાજીત ૨૦થી ૨૫ ગામોનો સમાવેશ થાય છે ગામની સીમમાંથી મેઈન રોડ તરફ જતો ડામર રસ્તા ઉપર મોટાભાગનો રસ્તા પર ખાડાઓ પડી જવાથી રસ્તા પરથી પસાર વાહન ચાલકો મુસાફરી , ખેડૂતો સાથે જીવલેણ અકસ્માત થઇ શકે તેમ છે , જેથી રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલોકો , મુસાફરો તેમજ ખેડૂતો સાથે જીવલેણ અકસ્માત ન સર્જાય એ પહેલા જવાબદાર તંત્ર દ્વારા રસ્તા ઉપર પડેલા ખાડાનું પુરાણ કરાવે તે જરૂરી બન્યું છે આ રસ્તા ઉપરથી મોટા ભાગના સ્થાનિક લોકોઓ અને ખેડૂતોનો અવર જવર કરતા હોય છે .
કેટલાક સમયથી રસ્તા પર અમુક જગ્યાએ ખાડા પડી જવાથી વાહન ચાલોકો ખેડૂતો , તેમજ સ્થાનિક લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે . વિરપુર ભાટપુર તરફ જતો રસ્તો ખેડૂતો અને સ્થાનિકો લોકોઓ આ રસ્તા ઉપર ખાડા પડી જતા વાહન ચાલોકો અને ખેડૂતોઓ પરેશાન માટે ખુબ જ ઉપયોગી છે સ્થાનિકો લોકોઓ માટે જીવાદોરી સમાન આ રસ્તા ઉપર અમુક જગ્યા ૫૨ ખાડા પડતા રસ્તા પરથી પસાર થતા ખેડૂતોઓ તેમજ સ્થાનિક લોકોઓ કે વાહન ચાલોકો સાથે અકસ્માત થવાની ભીતી જાેવા કે મળી રહી છે .