સુરસાગરના તટે ભવિષ્યના મતદારોએ માનવસાંકળ રચીને આપ્યો અચૂક મતદાન કરવાનો સંદેશ
(માહિતી) વડોદરા, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનને આડે ગણતરીના દિવસ બાકી છે ત્યારે ચૂંટણીને કેન્દ્રમાં રાખીને સમગ્ર ગુજરાત આ લોકશાહી પર્વને વધાવવા આતુર હોય તો એમાં સંસ્કારીનગરી અને વિદ્યાનગરી તરીકે નામના ધરાવતો આપણો વડોદરા જિલ્લો કેમ એમાં બાકાત રહી જાય..! વડોદરા શહેરની ૧૪ જેટલી શાળાઓ અને પી. ટી. સી. કોલેજના લગભગ ૩૦૦૦ જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ વડોદરા જિલ્લાના તમામ મતદાતા પોતાનો મત અચૂક આપે અને લોકશાહીનો આ મહત્વનો ર્નિણય લેવામાં પોતાનો અમૂલ્ય ફાળો આપે એ સંદેશા સાથે વડોદરા શહેરના હાર્દ સમા સુરસાગર તળાવ ફરતે માનવ સાંકળ રચી હતી.
કહેવાય છે ને કે, એકતામાં સંપૂર્ણ તાકાત રહેલી છે અને માનવસાંકળ એ એકતાનું પ્રતીક છે.બસ એ જ એકતા આપણે આ લોકશાહીના મહાપર્વમાં દાખવવાની છે. શાળાના આ દરેક વિદ્યાર્થીઓએ પોતાના ભવિષ્યનો મહત્વનો ર્નિણય વડોદરા જિલ્લાના તમામ મતદાતા પર મુક્યો છે. તેમનું કહેવું છે કે, વર્તમાનમાં થયેલા ર્નિણય પર અમારું ભવિષ્ય ર્નિભર છે તેથી દરેક મતદાતાએ પોતાનો મત સમજી – વિચારીને તેમજ ભૂલ્યા વગર આપવો જાેઈએ.
દરેક મતદાતા પોતાનો મત આપવા માટે પ્રોત્સાહિત અને તૈયાર થાય તે માટે માનવસાંકળ રચીને બધાય મતદારો ને સંદેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ સંદેશા તેમજ અનેક સૂત્રો – બેનરો સહિત સેંકડોની સંખ્યામાં હાજર રહીને મતદાનની તક ન ચૂકવા અનુરોધ કર્યો હતા.ઉપસ્થિત રહેલા મોટાભાગના વિદ્યાર્થીઓ ૧૮ ઉપરની ઉંમરના હોવાથી ૨૦૨૨ ની આ ચૂંટણી તેમના માટે પહેલી અને નિર્ણાયક અને મહત્વની હતી. તેઓ પોતે મત આપવા માટેનો સ્વ – ર્નિણય લેવા માટે આતુર હતા.
તેઓનું કહેવું હતું કે,આ એક જ એવો ર્નિણય છે જે અમે અન્યને કહીને, પૂછીને કે પરવાનગી લઈને નહીં પરંતુ ફકત પોતાના જ ર્નિણય પર અટલ રહીને અમારા મત અંગેનો ર્નિણય લઈ શકીશું. આ અભિયાન સમયે મતદાન જાગૃતિ માટેનું અનોખું અભિયાન ચલાવતા રોનિત જાેશીનું એક ચક્રિય સાયકલ સાથેનું આગમન ત્યાં ઉપસ્થિત દરેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ તેમજ ઉત્સાહબળ પૂરું પાડનારુ હતું.
સમગ્ર ગુજરાતમાં વડોદરાની જનતા ૧૦૦% મતદાન કરે અને ગુજરાતમાં સંપૂર્ણ મતદાન કરનારો જિલ્લો બને એવી અપેક્ષા અને અપીલ કરતાં કલેકટર શ્રી અતુલ ગોરે વધુમાં જણાવ્યું હતું કે, ” આ દરેક બાળકો આપણું આવનાર ભવિષ્ય છે, ભવિષ્યના મતદારો છે, તેમના આવા ઉત્સાહને જાેઈને લોકશાહીના પર્વ માટેની અંતરથી નવી પ્રેરણા સ્ફૂરે છે.”
સુરસાગર ખાતે યોજાયેલ આ માનવ સાંકળ અભિયાનમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી અતુલ ગોર, નિવાસી અધિક કલેકટર ડૉ. બી. એસ. પ્રજાપતિ,આયુર્વેદિક અધિકારી શ્રી ડૉ સુધીર જાેષી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મીતા જાેષી તેમજ શાળાઓના શિક્ષકગણ અને સેંકડોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ પોતાની હાજરી આપી હતી.