રસ્તે જતાં યુવકને ખભે રહેલું દાતરડું રિક્ષા સાથે ફસાતાં ગળું કપાઇ ગયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/09/Rajkot-Auto.jpg)
નવી દિલ્હી, રાજકોટમાં આજી જીઆઇડીસી અમુલ ઇન્ડસ્ટ્રી પાસે વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જેમાં ખભે દાતરડુ રાખી પત્ની સાથે પગપાળા જતા યુવકનું દાતરડું રિક્ષામાં ફસાઈને ખેંચાયું હતું. જેમાં એ યુવકનું જ ગળું કપાઈ જતા કમકમાટીભર્યું મોત નીપજ્યુ્ં હતું. મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરમાં વિચિત્ર બનાવમાં રાહદારી યુવાનનું તેના જ દાતરડાથી ગળું કપાઈ જતાં મોત થયું છે.
આજી જીઇઆઇડીસી પાસે અમુલ ઇન્ડસ્ટ્રીઝ પાસે ઘટના બનતાં થોરાળા પોલીસની ટીમ દોડી ગઈ હતી. એક યુવક લાકડાના લાંબા વાંસમાં છેડે દાતરડું કોયતો બાંધીને તે પોતાના ખભે રાખી ચાલીને પત્ની સાથે પસાર થઈ રહ્યો હતો. આ વખતે બાજુમાંથી રીક્ષા નીકળતા ખભે રાખેલું દાતરડું રિક્ષામાં ફસાઈ ગયું હતું.
રીક્ષા ચાલુ હોવાથી જોરદાર ખેંચાણ આવતાં ખભે રાખેલું દાતરડું ગળા ફરી વળ્યું હતું અને એ વ્યક્તિનું પત્નીની નજર સામે જ લોહીના ફુવારા ઉડવા સાથે મોત થયું હતું. થોરાળા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. લોકો પણ એકઠા થઇ ગયા હતાં. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.SS1MS