હરિયાણા કોંગ્રેસ કાર્યકર્તા હિમાની નરવાલ હત્યામાં એક આરોપીની ધરપકડ

રોહતક, હરિયાણાના રોહતકમાં કોંગ્રેસની યુવા મહિલા કાર્યકર્તા હિમાની નરવાલ હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, હાલમાં આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી.
હિમાની નરવાલ હત્યા કેસમાં આ પહેલી ધરપકડ છે. પોલીસે આ કેસમાં મોટો ખુલાસો કરવાનો દાવો પણ કર્યાે છે. હત્યા કરવાના કારણો અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી.હિમાની નરવાલની હત્યા બાદ મૃતદેહને સુટકેસમાં ભરીને ફેંકી દેવામાં આવ્યો હતો.
૧ માર્ચ શનિવારની સવારે વારે હરિયાણાના રોહતકના સાંપલા શહેરના બસ સ્ટેન્ડ પાસે એમ મોટી બ્લુ કલરની સૂટકેસ પડેલી જોવા મળતા સ્થાનિકોને શંકા ગઈ હતી. જાણ કરવામાં આવ્યા બાદ પોલીસ અધિકારીઓ તાત્કાલિક પહોંચી ગયા, સૂટકેસ ખોલતા યુવતીનો મૃતદેહ મળ્યો હતો.
ત્યાર બાદ મૃતકની ઓળખ કોંગ્રેસ કાર્યકર્તા હિમાની નરવાલ તરીકે થઇ હતી.હિમાની નરવાલ ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી જોવા મળી હતી, હિમાની રોહતકમાં ભારત જોડો યાત્રામાં જોડાઈ હતી અને શ્રીનગર સુધી પગપાળા યાત્રા કરી હતી.હિમાનીની માતાએ કહ્યું, “ઘણા લોકોને મારી દીકરી સામે દ્વેષ હતો. લોકોને એવું હતું કે આટલી નાની ઉંમરે તે આટલી આગળ કેવી રીતે પહોંચી ગઈ.”SS1MS