Western Times News

Gujarati News

ચીંખલોડ પાટીયા પાસેથી દારૂના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ અસરકારક પેટ્રોલીંગ કરી જીલ્લામાં દેશી વિદેશી દારૂની અસામાજીક પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા કરેલ સુચનાની અમલવારીના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી.પરમાર એલ.સી.બી.ખેડા –

નડીયાદ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ જે.વી.વાઢીયા , અ.હેડક્રો . મહેશભાઇ, રણજીતસિંહ કેતનકુમાર વિગેરે પોલીસ માણસો સાથે નાસતા ફરતા ડ્રાઇવ અન્વયે જીલ્લામાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હેડ.કો. મહેશભાઇ નાઓને મળેલ બાતમી હકીકત આધારે મોજે પાખીયાથી લાડવેલ રોડ , ચીખલોડ પાટીયા ખાતેથી

ઉમેદસિંહ તેજસિંહ રાવ રહે . ભાટવાડા , રાજસ્થા નાઓને પીકઅપ ડાલુ કિ.રૂ. ૨,૦૦,૦૦૦ / -ની માં ગુપ્ત ખાનુ બનાવી ભારતીય બનાવટના પરપ્રાંતના વિદેશી દારૂની અલગ અલગ માર્કાની પુઠાના પેકીંગવાળી પેકેટ નંગ -૪૮૦ કિંરૂ . ૪૮૦૦૦ / – તથા કાચના ક્વાટર્સ નંગ -૫૭૬ કિં.રૂ .૫૭,૬૦૦ / – તથા મળી કુલ રૂ .૧,૦૫,૬૦૦ / -નો પ્રોહી મુદ્દામાલ તથા મોબાઇલ નંગ -૨ કિ.રૂ. ૫,૫૦૦ / – તથા અંગ ઝડતીના રોકડા રૂ . ૧૭૦૦ / – મળી કુલ્લે ૩.૩,૧૨,૮૦૦ / –

પોતાના કબ્જા ભોગવટાનો વગર પાસ પરમીટ નો મુદ્દામાલ સાથે મળી આવતા પકડી અટક કરી પકડાયેલ બંન્ને ઇસમો તથા મુદ્દામાલ મોકલનાર તમામ ઇસમો વિરુદ્ધમાં કપડવંજ રૂરલ પો.સ્ટે . પ્રોહિ ધારા હેઠળ અ.હેડકો.મહેશભાઇ નાઓએ ફરીયાદ આપતા ગુનો રજી. કરવામાં આવેલ છે .

સદરી આરોપી કપડવંજ રૂરલ પો.સ્ટે . ૧૬૫/૨૦૧૭ પ્રોહી એક્ટ કલમ ૬૫ એ , ઇ , ૬૭ એ , ૯૮૨ ) , ૧૧૬ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો હોય જેને ઉપરોક્ત મુદ્દામાલ સાથે પકડવામાં સફળતા મળેલ છે . તેમજ સદરી આરોપીની પુરછ પરછ દરમ્યાન અન્ય જીલ્લાના ગુનાઓમાં પણ નાસતો ફરતો હોવાની શક્યતાઓ રહેલી હોય આ બાબતે આગળની તપાસ ચાલુ છ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.