ભૂખ્યા સિંહોના ટોળાને ભગાડવાનું યુવકને ભારે પડ્યું

Photo : Twitter
અમરેલીઃ તાલાલા તાલુકાના મંડોરણા ગામમાં માનવ-સિંહ વચ્ચે થયેલા ઘર્ષણની ઘટનાએ વનવિભાગના અધિકારીઓને દોડતા કરી દીધા હતા. રોષે ભરાયેલા ટોળાએ સિંહનો પીછો કર્યા બાદ લાકડીથી હુમલો કર્યો હોય તેવા બે વીડિયો બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
જે બાદ ૫૧ વર્ષીય વ્યક્તિની શિડ્યૂલ-૧ના પ્રાણીને હેરાન કરવા બદલ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ત્રણ વ્યસ્ક બાળસિંહ અને એક સિંહણનું ટોળુ મંગળવારે રાતે ગામમાં ઘૂસી આવ્યું હતું અને એક ગાયનું મારણ કર્યું હતું.
પશુધન પર હુમલાના સમાચાર ગામમાં આગની જેમ ફલાઈ ગયા હતા અને ગ્રામજનો તેમના ઘરમાંથી લાકડી તેમજ અન્ય હથિયારો સાથે બહાર આવ્યા હતા અને સિંહના ટોળાને ભગાડવા તેમની પાછળ દોડ્યા હતા.