Western Times News

Gujarati News

થાર કાર સાથે પાણીમાં સ્ટન્ટ કરતા એકની ધરપકડ કરાઈ

રાજકોટ, રાજકોટ શહેરમાં બે દિવસ પૂર્વે ન્યારી ડેમમાં કેટલાક નબીરાઓ ઊંડા પાણીમાં થાર કાર ચલાવી ઇન્સ્ટા માટે વીડિયો બનાવતા હોવાનું સામે આવ્યું હતું.

સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાલુકા પોલીસે સ્મિત કિશોરભાઈ સખીયા, છાયાંશું અશોકભાઈ સગપરીયા તેમજ રવિ વેકરીયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણ આરોપીઓ પૈકી છાયાંશું અશોકભાઈ સગપરીયાને થાર કાર સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

ગુનાના કામે વપરાયેલ કાર પોલીસે કબજે પણ કરી છે. જ્યારે કે સ્મિત કિશોરભાઈ સખીયા તેમજ રવિ વેકરીયાની રાજકોટ તાલુકા પોલીસ તરફથી શોધખોળ શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં તાજેતરમાં જ માત્ર ૨૪ કલાકમાં સિઝનનો ૫૦ ટકા વરસાદ વરસ્યો હતો. જેના કારણે કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા લોકોને ટિ્‌વટરના માધ્યમથી અપીલ પણ કરવામાં આવી હતી કે, લોકો તળાવો, સરોવર, ચેકડેમ તેમજ ડેમની આસપાસ પ્રવાસ ન કરે. ત્યારે સ્મિત છાયાંશુ તેમજ રવિ સહિતના વ્યક્તિઓ પોતાના મિત્રો સાથે Instagram માટે રીલ બનાવવાના ચક્કરમાં ડેમના પાણીમાં થાર કાર લઈને પસાર થતા હોય તે પ્રકારનો વીડિયો બનાવ્યો હતો.

આ અંગેનો વીડિયો Instagramમાં અપલોડ થયા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલાની જાણ તાલુકા પોલીસને થઇ હતી. જે બાદ સમગ્ર મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર ન્યારી ડેમના છેવાડાના ભાગે જ્યાં પાણી ભરાયેલા હતા તેમાં થાર ગાડી લઈને સ્મિત સખિયા ડ્રાઇવિંગ કરવા ગયો હતો. ગાડીના બંને દરવાજે છાયાંશું તેમજ રવિ વેકરીયા ઊભા રહી ઊંડા પાણીમાં થાર કાર ચલાવી સ્ટંટ કરતા હતા. જેનો વીડિયો સત્યજીતસિંહ ઝાલાએ ઉતાર્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.