Western Times News

Gujarati News

૬૨ લાખની જૂની નોટો સાથે દિલ્હીમાં એકની ધરપકડ

प्रतिकात्मक

ચોંકાવનારી વાત એ છે કે, આ વ્યક્તિએ ૬૨ લાખ રૂપિયાની જૂની કરન્સીને ૧૪ લાખ રૂપિયાની નવી કરન્સીથી ખરીદી

નવી દિલ્હી,  દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારના રમેશ પાર્ક ખાતેથી દિલ્હી પોલીસે ડો. એઝાઝ અહમદ નામના વ્યક્તિની ૫૦૦ અને ૧૦૦૦ની જૂની કરન્સી સાથે ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ વ્યક્તિ પાસે ૬૨ લાખ રૂપિયાની જૂની કરન્સી મળી છે.

ચોંકાવનારી વાત એ છે કે, આ વ્યક્તિએ ૬૨ લાખ રૂપિયાની જૂની કરન્સીને ૧૪ લાખ રૂપિયાની નવી કરન્સીથી ખરીદી છે. પોલીસની પૂછપરછમાં આ વ્યક્તિએ જણાવ્યું કે, તેમણે આ જૂની નોટ અનેક સ્થળોએથી એકત્રિત કરી છે અને તે લગભગ ૨૦ લાખ રૂપિયામાં આ નોટોને વેચી દે છે.

દિલ્હીના શકરપુરા પોલીસ સ્ટેશનની પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે. પરંતુ આ મામલો શંકાસ્પદ લાગતા મોડી રાત્રે આ મામલે દિલ્હી પોલીસે સ્પેશિયલ સેલ અને આઈબીની ટીમને બોલાવવામાં આવી છે. હવે તમામ ટીમ આ વ્યક્તિની પૂછપરછ કરી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે, તે જૂની કરન્સીને કઈ રીતે માર્કેટમાં વેચે છે અને તેને કોણ ખરીદે છે. હાલમાં દિલ્હી પોલીસ બપોરે આ વ્યક્તિને કોર્ટમાં હાજર કરશે.

તમને જણાવી દઈએ કે, જાન્યુઆરી મહિનામાં આ જ પ્રકારની ખબર ઉત્તરાખંડથી સામે આવી હતી. ઉત્તરાખંડ પોલીસને એક ઓપરેશન દરમિયાન જૂની કરન્સીનો સ્ટોક પકડવામાં મોટી સફળતા મળી હતી. આ દરમિયાન લગભગ ૪ કરોડની જૂની નોટો મળી આવી હતી.

તેની સાથે જ નિશાનદેહી પર હરિદ્વારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાં લગભગ ૨૫થી ૩૦ કરોડની જૂની નોટ મળી આવ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. નોટ મળ્યા મામલે હરિદ્વાર ઉપરાંત યુપીના અમરોહાનું કનેક્શન પણ સામે આવ્યું હતું.

આ મામલે ૭ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. ઉત્તરાખંડ એસટીએફને જૂની કરન્સીના બદલે નવી નોટ બદલતી ગેંગની જાણકારી મળી હતી. તેના પર તેમણે જાળ ફેલાવી હતી અને ચોક્કસ બાતમીદારના કારણે ગેંગની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન ૪ કરોડની જૂની નોટ મળી આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.