દેરાણી અને જેઠાણીની હત્યા કરનાર આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

AI Image
બંને મૃતદેહને કચરાના ઢગલા પાસે નાખી દીધા-મહિલા પર આરોપીએ દુષ્કર્મ ગુજાર્યુ છે કે કેમ, તે અંગે મેડિકલ તપાસ કરવામાં આવશે.
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના ચાંગોદરના ચાચરવાડી ગામમાં ૧૫ જ મિનિટમાં દેરાણી અને જેઠાણીની હત્યા કરી ફરાર થયેલા હત્યારાની ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ દેરાણી પાસેથી શારીરિક સંબંધ બનાવવા દબાણ કરતા પ્રતિકાર કર્યો હતો.
જેથી આરોપીએ પથ્થર મારી હત્યા કરી હતી. જે બાદ ત્યારે જેઠાણીએ બૂમાબૂમ કરતા આરોપીએ તેમની પણ હત્યા નિપજાવી હતી. નોંધનીય છે કે મહિલા પર આરોપીએ દુષ્કર્મ ગુજાર્યુ છે કે કેમ, તે અંગે મેડિકલ તપાસ કરવામાં આવશે.
અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં મટોડા ગામના રહેવાસી જતનબેન સોલંકી અને સોનબેન સોલંકીની ગત ૧૪ એપ્રિલના રોજ ચાચરાવાડી પાટિયા નજીક કચરાના ઢગલા પાસેથી લાશ મળી આવી હતી. બંને મૃતક કચરો વીણવાનું કામ કરતા હતા અને માથામાં પથ્થર મારી તેમની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. ડબલ મર્ડરની ઘટનાને લઈ ગ્રામ્ય પોલીસની અલગ અલગ ૪ ટીમો આરોપીને શોધવામાં લાગી હતી.
જે તપાસમાં પોલીસે ભોલે કોલ નામના આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ કરી છે. આરોપીએ બંને મૃતકો પાસેથી શારિરીક સંબંધની માગ કરી હતી. જોકે મહિલાઓએ પ્રતિકાર કરતા આરોપી હત્યા નિપજાવી ફરાર થયો હતો.
આરોપીની પુછપરછ કરતા સામે આવ્યું કે બંને મૃતક કચરો વિણવા માટે ત્યાં ગયાં હતા અને આરોપી ભોલે ત્યાં કચરાના ઢગલા પાસે બેઠો હતો. જેથી તેણે પહેલા જતન સોલંકી પાસે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું, જોકે જતનબેને પ્રતિકાર કરતા તેમની પથ્થર મારી હત્યા નિપજાવી હતી. જે બાદ ૧૫ મિનિટમાં બીજી મહિલાની સોનબેનની પણ હત્યા નિપજાવી આરોપી ફરાર થયો હતો.
આરોપીએ બંને મૃતદેહને ખસેડી કચરાના ઢગલા પાસે નાખી દીધા હતા. જે આરોપીને પકડવા ૪૫ જેટલા પોલીસ કર્મચારી-અધિકારીએ સંયુક્ત કામગીરી કરી મધ્યપ્રદેશથી ધરપકડ કરી છે.
આરોપીને પકડવા માટે પોલીસે ૫૦થી વધુ સિક્યુરીટી ગાર્ડ અને કર્મચારીઓની પુછપરછ કરી ૧૫૦થી વધુ સીસીટીવી તપાસ્યા હતા. સાથે જ આરોપી પરણીત અને તેના પણ ૪ બાળકો સાથે તેની પત્ની એમપી ખાતે રહે છે. આરોપીએ સોનબેન સાથે દુષ્કર્મ કર્યું છે કે કેમ તે માટે પોલીસ હ્લજીન્ રિપોર્ટની રાહ જોઈ રહી છે. જેની તપાસ માટે આરોપીના રિમાન્ડ માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે જ તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવુ મહત્વનું છે.