ગાંધીધામમાં ૧૪૦ કિલો ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ

કચ્છ, ગુજરાતમાં સતત ડ્રગ્સ અને દારૂની તસ્કરી સતત વધી રહી છે. આ દરમિયાન પૂર્વ કચ્છ જિલ્લા પોલીસે નશીલા પદાર્થે ગેરકાયદે હેરાફેરીને અટકાવવા માટે નાર્કાેટીકસ પદાર્થાેનું ખરીદ, વેચાણ કે સેવન ક૨નારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ દરમિયાન શહેર પોલીસે બાતમીને આધારે ગાંધીધામ જી.આઇ.ડી.સી. કુરિયર દ્વારા મંગાવેલો ૧૪૦ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યાે હતો. જેની કિંમત અંદાજે રૂ. ૧૪,૦૬,૦૦૦ આંકવામાં આવી છે.ગુજરાત ટ્રાવેલ ગાઇડપ્રાપ્ત માહિતી અનુસાર પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ગાંધીધામ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલી કુરિયર સર્વિસની આૅફિસમાં પાર્સલોની આડમાં ૧૪૦ પેકેટ ગાંજાનો જથ્થો મોકલવામાં આવ્યો છે.
આ પાર્સલ છોડાવવા આવેલા વ્યક્તિને શંકા જતાં તેણે પાર્સલ છોડાવ્યું ન હતું અને બસ મારફતે શહેર છોડીને નાસી જવાની ફિરાકમાં હતો.જોકે પોલીસે ટેન્કિકલ સર્વેલન્સના આધારે ગેરકાયદેસર રીતે પાર્સલમાં ગાંજો લાવનાર આરોપી ધનચંદકુમાર પંડીતની ધરપકડ કરી ૧૪૦ કિલો ૬૦૦ ગ્રામ ગાંજો જપ્ત કર્યાે હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.SS1MS