એક બેન્ક ખાતાના ૨ માલિક નીકળ્યા
નવી દિલ્હી, બે વ્યક્તિ, એક બેન્ક અને એક ખાતું, એક પૈસા જમા કરાવે અને બીજાે પૈસા ઉપાડતા રહે… આ અજબ ગજબ અને ચોંકાવનારો કિસ્સો બુંદેલખંડના સાગર જિલ્લામાંથી સામે આવ્યો છે.
જ્યાં પંજાબ નેશનલ બેન્ક દ્વારા એક અકાઉન્ટ નંબરના બે એક જેવા નામવાળા વ્યક્તિઓને ખોલી દીધા હતા. જેમાંથી પૈસા ઉપાડવા માટે બેન્કમાંથી ફરિયાદ કરી તો તેનું નિરાકરણ લાવવાની જગ્યાએ તેમના અકાઉન્ટ જ સીઝ કરી દીધા. શહેરના કટરામાં આવેલ પીએનબી બ્રાન્ચના કર્મચારીઓ દ્વારા આ કાંડ કરવામાં આવ્યો છે. પંજાબ નેશનલ બેન્ક દ્વારા એક જ ખાતા નંબર બે વ્યક્તિઓને આપવાના કિસ્સામાં જિલ્લા ગ્રાહક આયોગે ઘોર લાપરવાહી માનતા ક્ષતિપૂર્તિ તથા વળતરની સાથે બેન્ક અકાઉન્ટમાંથી ઉપાડવામાં આવેલી રકમ જમા કરવાના આદેશ આપ્યા છે.
સંત રવિદાસ વોર્ડ નિવાસી ફરિયાદ મુન્નાલાલ ઠાકુર વ્યવસાયે મજૂર તથા ગરીબ વ્યક્તિ છે. તેમણે આ બેન્કમાં ૨૦૧૫માં ખાતું ખોલાવ્યું હતું. બેન્કે ગ્રાહકને પાસબુક પણ આપી હતી. જે બાદ આ ગ્રાહક બેન્કમાં લેવડદેવડ કરતા રહ્યા, પણ જ્યારે મે ૨૦૨૨માં પીએમ આવાસનો ૧ લાખ રૂપિયાનો હપ્તો આવ્યો અને તેમણે ૪૫૦૦૦ રૂપિયા ઉપાડ્યા. બાદમાં ત્રણ દિવસ બાદ તેમને મેસેજ આવ્યો કે, એટીએમમાંથી ચાર વાર ૪૦૦૦૦ રૂપિયા ઉપાડવામાં આવ્યા. આ જાેતા તેઓ બેન્કમાં પહોંચી ગયા. કારણ કે મુન્નાલાલ પાસે એટીએમ કાર્ડ જ નથી, તો પછી પૈસા કેવી રીતે ઉપડે.
આ બાબતને લઈને બેન્કના કર્મચારીઓ સાથે વાત કરી તો અન્ય એક મુન્નાલાલ નામનો શખ્સ ત્યાં આવી પહોંચ્યો. તેણે પણ પોતાના અકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયા હોવાની વાત કહી. તેની પાસબુક જાેઈ તો બેન્કને પોતાની ભૂલ સમજાઈ કે એક અકાઉન્ટ નંબર બે લોકોને આપવામાં આવ્યા છે. ત્યાર બાદ કર્મચારીઓને બહાના બનાવતા રહ્યા. ત્યાર બાદ મુન્નાલાલ ઠાકુરે બેન્કમાં ફરિયાદ આપી પણ બેન્ક તરફથી કોઈ નિરાકરણ આવ્યું નહીં, ઉલ્ટાનું તેમના અકાઉન્ટ સીઝ કરી દેવામાં આવ્યા.
આ બધાથી પરેશાન થયેલા મુન્નાલાલે કોર્ટનો સહારો લીધો અને પોતાના વકીલ પવન નન્હોરિયાની મદદથી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી અને વકીલે જણાવ્યું કે, જિલ્લા ગ્રાહક આયોગે માન્યું કે, બેન્કની ઘોર લાપરવાહી છે. મુન્નાલાલને ૧૩ હજાર રૂપિયા ક્ષતિપૂર્તિ અને ૨ હજાર રૂપિયા ખર્ચ સાથે બેન્કને નિર્દેશિત કર્યું કે, ૩ દિવસની અંદર તેનું ખાતું ચાલું કરવા અને બેન્ક ખાતામાંથી ઉપાડવામાં આવેલી રકમ જમા કરવામાં આવે.SS1MS