કરંબા ગામેથી ગૌ-માસના જથ્થા સાથે એક ઝડપાયો, એક ફરાર
ગૌરક્ષક દળના માણસો સાથે પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી
(પ્રતિનિધિ) સંજેલી, સંજેલી તાલુકાના કરંબા ગામે ગૌ વંશની કતલ કરી અને માસનો જથ્થો સગેવગે કરતા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસ તેમજ ગૌરક્ષક દળના માણસોએ રેડ પાડતા બે ગૌવંશ અને ૧૫ કિલો માસના જથ્થા સાથે એક ને ઝડપી બે સામે ગુનો દાખલ કર્યો.
સંજેલી તાલુકાના કરંબા ગામે ભરત સમસુ નીનામાના ઘરમાં ગૌવંશની કતલ કરી અને મકાનમાં ઘાસચારા ના સગવડ વિના ટૂંકા દોરડા વડે બે ગૌવંશોને કુરતાપૂર્વક બાંધી રાખેલ હોવાની મળેલ બાતમીના આધારે સંજેલી ઁજીૈં હેડ કોન્સ્ટેબલ કૈલાશ રમણ ભરત ગોરસિંગ ભરત ખીમા સુક્રમ કાદર સાથે ગૌરક્ષકની ટીમ સાથે રાખી કરંબા ગામે રેડ પાડી હતી તે દરમિયાન પોલીસને જાેઇ બંને આરોપી ભાગવા લાગ્યા હતા જ્યારે પોલીસે હિરોલા ગામના ધુળા મનજી નીનામા નો પીછો કરી ઝડપી પાડ્યો હતો અને કરંબાનો ભરત સમસુ નીનામા નાસી જવામાં સફળ રહ્યો હતો.
ઝડપાયેલા આરોપી અને ગૌરક્ષક દળના કાના લખા ગારી જીતેન્દ્ર મહેન્દ્ર ગારી પૃથ્વીસિંહ અમલીયાર ધર્મેશ ગારી ને સાથે રાખી કરંબા ભરત ના મકાનની તલાસી લેતા મકાનમાંથી ૫૦૦૦ રૂપિયાનું ૧૫ કિલો જેટલું ગૌમાસ તેમજ ઘાસચારા ની સગવડ વિના મકાનના ટૂંકા દોરડા વડે કુરતાપૂર્વક બાંધી રાખેલા બે ગૌવંશો કિંમત રૂપિયા ૩૦,૦૦૦ તેમજ વીસ રૂપિયાની કુવાડી મળી કુલ ૩૫,૦૨૦ રૂપિયાના મુદ્દા માલ સાથે હીરોલા ગામના ધુળા મનજી નીનામાને ઝડપી પાડી અને નાસી છૂટેલા ભરત સમસુ નીનામા વિરોધ સંજેલી પોલીસ મથકે ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.