Western Times News

Gujarati News

દર આઠ મિનિટે એક બાળક ગુમ થાય છેઃ નેટવર્કના અનેક ભાગીદાર

One child goes missing every eight minutes

પ્રતિકાત્મક

પોલીસ તંત્ર કરતાં ઉઠાવી જતાં બાળકોની ગેંગ વધુ ચબરાક

દેશમાં દર વર્ષે અંદાજે અડધો લાખ બાળકો ગુમ થાય છે. તેના કારણો અનેક છે પરંતુ કોઈનું બાળક અડધો કલાક માટે ના મળે તો તેના વાલીઓના જીવ તાળવે ચોંટી જાય છે. બાળક રસ્તો ભુલી જાય તો કદાચ મળી આવે છે.One child goes missing every eight minutes: multiple network partners

મોટા છોકરાઓની જેમ તેનામાં પલાયન વૃત્તિ નથી હોતી. મા-બાપ વિના તે રડવા લાગે છે અને ક્યાંકથી મદદ મળી જાય છે પરંતુ જયારે તે બાળકો ઉઠાવી જતી ગેંગનો શિકાર બને છે ત્યારે તે પાછો આવવો મુશ્કેલ હોય છે. આવી ગેંગ બાળકો પાસે ભીખ માંગતા શીખવે છે. નાનુ બાળક સામનો નથી કરી શકતું એટલે તેને માર મારીને ચૂપ કરી દેવાય છે.

નાના બાળકોને ઉઠાવતી ગેંગ તેને દુર અંતરીયાળ ગામોમાં ઉછેરે છે અને તે મોટા થાય એટલે ભીખ મંગાવે છે કે ચોરી કરતા શીખવાડે છે. તે પકડાય છે પીટાય છે અને ગુનાખોરીની દુનિયામાં આવી જાય છે. એક મા પાસેથી નાનું બાળક છીનવી લેવામાં આવે ત્યારે માની આંખો રડીને સૂજી જાય છે પછી સમય બધું ભુલાવી દે છે. બીજી તરફ વિખૂટું પડેલું બાળક પણ સમય સાથે સંઘર્ષ કરતો થઈ જાય છે.

બોલિવુડની ફિલ્મોમાં ગુમ થયેલું બાળક મોટો થઈને માને મળે છે એવી સ્ટોરીઓ આવે છે પરંતુ હકીકત એ છે કે ગુમ થયેલું બાળક ગુનાખોરીની દુનિયા કે ભીખ માગનારાઓની દુનિયામાં ધકેલી દેવાયુ હોય છે અને ભગવાન ભરોસે જીવે છે.

પહેલા ગામડામાં લાઈટો નહોતી એટલે મા તેના બહાર રમતા નાના છોકરાને કહેતી કે અંધારુ થાય તે પહેલા ઘેર આવી જવાની સલાહ આપતા હતા હવે તો લાઈટ પણ છે અને સીસીટીવી કેમેરા પણ છે છતાં બાળકો ચોરાઈ જાય છે.

જયારે પ્રસૂતી ગૃહો મેટરનીટી હોમ નહોતા ત્યારે બાળકને જન્મ આપતી અનુભવી દાયણો હતી પરંતુ મહિલાઓની ડિલીવરી ખેતરમાં કામ કરતા કે રસ્તામાં જ થઈ જતી હતી ત્યારે અન્ય મહિલાઓ બાળકની ડિલીવરી માટે મદદ કરતી હતી મહિલા જે દાતરડું માથે લઈને ફરતી હોય છે તેના ઉપયોગથી નવજાત બાળકની નાળ કાપવામાં આવતી હતી નો પેઈન, નો સેપ્ટીક-નથીંગ. બધું ઘૂંઘટ હેઠળ ઢંકાઈ જતું હતું.

ત્યારે બાળ મરણની સંખ્યા સભ્ય સમાજ માટે શરમજનક હતી. દશ-બાર બાળકો તો કોમન મનાતા હતા અને દરેક મહિલાને ફરજીયાત ખેતરના કામમાં કે ઘરના કામમાં જાેડાવવું પડતું હતું.

આજે પણ પ્રસૂતા મહિલાની પથારી નીચે ચપ્પુ રાખવામાં આવે છે તે વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે નથી હતું પણ રાત્રે કોઈ ચોર બાળક ચોરવા માટે આવે તો તેનો સામનો કરવા માટે હોય છે પ્રસૂતા સામનો કરવાની સ્થિતિમાં નથી હોતી એટલે તેનો લાભ ચોર ગેંગ ઉઠાવતી હોય છે.

જન્મતા બાળકોની સંખ્યા વધુ હતી માટે એકાદ બે ગુમ થાય તો ભગવાનની મરજી માની લેવાતી હતી પરંતુ હવે બે બસના જમાનામાં બાળકને દરેક મા-બાપ છાતી સરસા રાખે છે અને અજાણ્યાઓની લોલીપોપથી દુર રાખે છે. તેમ છતાં ચોરોએ તેમનો ધંધો ચાલુ રાખ્યો છે અને અનેક માની કોખ સૂની કરી નાખી છે.

નિઃસંતાન યુગલો બાળકોની ચોરી કરતી ગેંગને પ્રોત્સાહીત કરતા હોય છે. હકીકત એ છે કે નાના બાળકથી કિશોર વયનાઓને ઉઠાવી જતી ગેંગનો બાળ ચોરીનો ધંધો વિકસેલો છે. જેમ આકાશમાં ઉડતી સમડીની નજર જમીન પર પડેલા ખોરાક પર હોય એમ છોકરાઓ ચોરતી ગંગની નજર વિખૂટા પડેલા છોકરાઓ પર હોય છે.

જેવું છોકરું અટવાય કે તેમની જાળમાં ફસાઈ જાય છે. ક્યારેક છોકરૂં રિસાઈને ઘર છોડે છે તો ક્યારેક પરીક્ષામાં નાપાસ થાય ત્યારે મા-બાપના મારથી ઘર છોડે છે, તો કયારેક સતત ઘર કંકાસથી તે ઘર છોડે છે. આવા બાળકો પોલીસને મળી આવે તે પહેલા છોકરાઓની ચોરીઓ કરતી ગેંગને મળી આવે છે કેટલાક લોકો પૈસા પડાવવા બાળકોને ઉઠાવી લે છે

પરંતુ પછી પકડાઈ જવાના ડરે બાળકની હત્યા કરી નાખે છે. ચોરીના દરેક ક્ષેત્ર, પછી ભલે તે કોમ્પ્યૂટર હેકર્સ હોય કે છોકરાઓની ચોરી કરનારા હોય દરેક સમાજમાં પ્રવર્તતી જાગૃતિના અભાવનો લાભ ઉઠાવતા હોય છે. કેટલાક ગુનાખોરો ધોળે દિવ્સે જાગૃત લોકોને પણ છેતરી શકે એટલા પાવરફુલ હોય છે

અનેક કિસ્સાઓ એવા છે કે ઉઠાવી ગયેલા બાળકોની કોઈ જાણકારી નથી મળતી પોલીસતંત્ર કરતા ઉઠાવી જતા બાળકોની ગેંગ વારંવાર દર આઠ મિનિટે એક બાળકનું અપહરણ થતું હોય ત્યારે તેને રાષ્ટ્રીય શરમ કહી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.