Western Times News

Gujarati News

સુરત નજીક મશીનરી ચડાવતી વખતે ક્રેઇન તૂટી પડતાં એકનું મોત

સુરત, સુરતના માંગરોળ તાલુકાના મોલવણ ખાતે મશીનરી ચડાવતી વખતે એક કરૂણ દુઘર્ટના સર્જાઇ હતી. ક્રેઇન જ્યાં જેક ઉપર ત્યાં માટીનું સેટલમેન્ટ થતા મોટી ક્રેઇનનું બેલેન્સ ખોરવાયુ હતું. મોટી ક્રેનનું તોતિંગ વજનનું બૂમ નાની ક્રેન પર પડતાં નાની ક્રેનનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

આ અકસ્માતમાં નાની ક્રેઇનના યુવાન ઓપરેટરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મોલવણ ખાતે ઇન્ડસ્ટ્રીઝમાં સાયલો નામનું વિશાળ મશીન ફિટ કરવા માટે નાની અને મોટી એમ બે ક્રેન ભાડે મગાવવામાં આવી હતી. મશીનરી ચડાવતી વખતે મોટી ક્રેનનું તોતિંગ વજન ધરાવતું બૂમ નાની ક્રેન પર પડતાં નાની ક્રેનનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

આ દુર્ઘટનામાં ૨૨ વર્ષીય ક્રેન ઓપરેટર શાહીદ પઠાણને ગંભીર ઇજા પહોંચતાં ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે ક્રેનની મદદ વડે મશીનરીને ખસેડવામાં આવી રહી છે.

આ દરમિયાન મોટી ક્રેઈન ઓવરલોડ થતાં તેના જેક માટી ધસવાને કારણે બેલેન્સ ગુમાવ્યું હતું, ત્યારબાદ અચાનક સફેદ કલરની મોટી ક્રેનનું તોતિંગ વજનનું બૂમ નાની ક્રેન પર ધડાકાભેર પડે છે અને નાની ક્રેનનો કચ્ચરખાણ વળી જાય છે. ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. કોની ભૂલના કારણે અકસ્માત સર્જાયો તે દિશામાં તપાસ ચાલી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.